News of Monday, 2nd December 2024
અજિંક્ય રહાણે કરશે કેપ્ટનશીપ! :કોલકાતા નાઈટ રાઈડર્સ આગામી સિઝન માટે ટીમની કમાન સોંપી શકે
જેદ્દામાં થયેલા મેગા ઓક્શનમાં કોલકાતાએ રહાણેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.

મુંબઈ :આઈપીએલ 2024ની વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી સિઝનમાં અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવા માટે વિચાર કરી રહી છે. એક અહેવાલ મુજબ કેકેઆર એ રહાણેને કેપ્ટનશીપ માટે જ ખરીદ્યો છે.
અજિંક્ય રહાણે કેકેઆરનો કેપ્ટન હશે. તેને ખાસ કરીને એક કેપ્ટનશીપ ઓપ્શનના ઉદ્દેશ્ય સાથે ખરીદવામાં આવ્યો છે.હાલમાં જ જેદ્દામાં થયેલા મેગા ઓક્શનમાં કોલકાતાએ રહાણેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.
અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે કોલકાતા નાઈટ રાઈડર્સ વેંકટેશ અય્યરને આગામી સિઝન માટે કેપ્ટન બનાવી શકે છે. કેકેઆર એ વેંકટેશને મેગા ઓક્શનમાં 23.75 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો છે. જો કે, રહાણે અથવા વેંકટેશ અય્યરમાંથી કોણે કેપ્ટન બનાવવામાં આવશે તેને લઈને કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
