News of Monday, 2nd December 2024
ઓસ્ટ્રેલીયન પેસરે બે ચોક્કા લાગ્યા બાદ ફેંકયો બાઉન્સરઃ જયસ્વાલને હેલ્મેટમાં લાગ્યો બોલ

સીડીની તા.રઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ૬ ડિસેમ્બરથી એડિલેડમાં પિંક બોલથી રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પિંક બોલથી રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર XIને છ વિકેટથી હરાવ્યું હતું. પરંતુ આ મેચ દરમિયાન ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલ અને ફાસ્ટ બોલર જેક નિસ્બેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઇનિંગ્સની છઠ્ઠી ઓવર ઓસ્ટ્રેલિયન પીએમ XI માટે જેક નિસ્બેટે ફેંકી હતી. તે સમયે ભારત તરફથી યશસ્વી જયસ્વાલ બેટિંગ કરી રહ્યો હતો. તેણે પહેલા અને બીજા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી, ત્રીજો બોલ ડોટ રહ્યો અને પછી બોલર નિસ્બેતે ચોથો બોલ ફેંકયો જે થોડો હિટ હતો. બોલની સ્પીડ વધુ હતી અને જયસ્વાલ તેને યોગ્ય રીતે જજ કરી શકયો નહિ. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બોલ તેના હેલ્મેટ પર વાગ્યો. આ પછી જેક નિસ્બેટ થોડીવાર તેની સામે જોતો રહ્યો. જોકે, જયસ્વાલને કોઈ ઈજા થઈ ન હતી અને તે ફરીથી બેટિંગ કરવા માટે તૈયાર હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
