News of Tuesday, 3rd December 2024
પીવી સિંધુના રર મીએ ઉદયપુરમાં લગ્ન
ર૪મીએ હૈદરાબાદમાં રીસેપ્શનઃ સિંધુના પિતાએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ ૨૨ ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે. લખનઉમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલમાં જીત સાથે લાંબા સમયથી ખિતાબની રાહ જોતી પૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુ હૈદરાબાદમાં રહેતા વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે, જે પોસાઈડેક્સ ટેક્નોલોજીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
સિંધુના પિતા પીવી રમણાએ પીટીઆઈને જણાવ્યું કે, ‘‘બંને પરિવાર એકબીજાને ઓળખતો હતો, પણ એક મહિના પહેલા જ બધુ નક્કી થયું. જાન્યુઆરીમાં સિંધુનું શિડ્યૂલ વ્યસ્ત રહેવાનું છે. એટલા માટે આ સમય યોગ્ય છે. આ જ કારણ છે કે બંને પરિવારોએ ૨૨ ડિસેમ્બરના રોજ લગ્ન સમારંભ આયોજિત કરવાનો નિર્ણય કર્યો. રિસેપ્શન ૨૪ ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં થશે. તે ટૂંક સમયમાં પોતાની ટ્રેનિંગ શરૂ કરી દેશે, કેમ કે આગામી સેશન ખૂબ જ મહત્વનું થવાનું છે.''
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
