<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

નહિ સુધરે પાકિસ્‍તાન.....ચેમ્‍યિન્‍સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજવા તૈયાર, પણ શરત મૂકી

કહયું, ભારતમાં પણ કોઇ ICC ટૂનામેન્‍ટ યોજાશે તો અમારી ટીમ પણ ત્‍યાં નહી જાય, અન્‍ય દેશોમાં મેચ રમાડવા પડશેઃ ICCની વાર્ષિક રેવન્‍યુની ભાગીદારી વધારો

પાકિસ્‍તાને પોતાની નાપાક હરકતોથી સાબિત કરી દીધું છે કે પહેલી જે કહેવત છે કે દોરડું બળી ગયું પણ વળ ન ગયું તે એમના માટે જ બની છે.

પાકિસ્‍તાન આવતા વર્ષે યોજનારી ICC ચેમ્‍પિયન્‍સ ટ્રોફીને લઈને ચાલતા વિવાદ પર હજુ પૂર્ણવિરામ લાગ્‍યો નથી. માહિતી મુજબ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ ICC ટુર્નામેન્‍ટને હાઇબ્રિડ મોડેલમાં કરવાના પ્રસ્‍તાવ માટે ભારત સામે નમી તો ગયું છે પરંતુ જે માહિતી સામે આવી રહી છે તે સારી નથી.

રિપોર્ટ્‍સ અનુસાર PCB એICC ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડેલનો સ્‍વીકાર તો કર્યો છે પરંતુ તેણે કેટલીક શરતો સામે મૂકી છે. જેને કારણે BCCI નેભારે ભરખમ નુકસાન વેઠવું પડી શકે છે.

ટીમ ઇન્‍ડિયાના મેચો અન્‍ય કોઈ દેશમાં યોજવા માટે પ્રસ્‍તાવ રાખ્‍યો હતો. જોકે શરૂઆતમાં પાકિસ્‍તાને વાંકા વળીને ના પાડી પરંતુ અંતે તો પાકિસ્‍તાનને ભારત સામે નમવું પડ્‍યું હતું. પરંતુ દુનિયા સામે ફજેતી ના થાય અને નાક ઊંચુ રાખવા માટે તેણે બે શરતો મૂકી છે.(૩પ-પ)

(3:41 PM IST)