<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ન્યુઝીલેન્ડના સૌથી ઊંચા શિખર 'ઓરાકી' પર અમેરિકા અને કેનેડાના ત્રણ પર્વતારોહક લાપતા ; શોધખોળ શરૂ

શોધ દરમિયાન ત્રણેય પર્વતારોહકો વિશે કશું જ મળી શક્યું ન હતું: માઉન્ટ કૂક તરીકે ઓળખાતા ઓરકીમાં ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશન શરૂ થઈ શક્યું ન હતું

અમેરિકા અને કેનેડાના ત્રણ પર્વતારોહકો, જેમણે ન્યુઝીલેન્ડના સૌથી ઊંચા પર્વત શિખર 'ઓરાકી' પર ચઢવાનું આયોજન કર્યું હતું, તેઓ પાછા ફરવામાં નિષ્ફળ ગયા છે. હવે આ આરોહકો ગુમ થયાની માહિતી મળી રહી છે. અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું કે શનિવારે આ લોકો પહાડ પર ચડવા માટે ગયા હતા, પરંતુ સોમવાર સુધી તેમના વિશે કોઈ માહિતી મળી ન હતી. આ ત્રણેય પર્વતારોહકો ચડ્યા બાદ પૂર્વનિર્ધારિત સ્થળે પહોંચ્યા ન હતા. જે બાદ તેમને ગુમ જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે થોડા કલાકો પછી શોધકર્તાઓને કેટલાક ચડતા સાધનો મળ્યા જે ત્રણ ક્લાઇમ્બર્સનાં હોવાનું માનવામાં આવે છે. પરંતુ, શોધ દરમિયાન ત્રણેય પર્વતારોહકો વિશે કશું જ મળી શક્યું ન હતું. માઉન્ટ કૂક તરીકે ઓળખાતા ઓરકીમાં ખરાબ હવામાનને કારણે મંગળવારે સર્ચ ઓપરેશન શરૂ થઈ શક્યું ન હતું. અહીં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી છે.
અમેરિકન માઉન્ટેન ગાઈડ એસોસિએશનની વેબસાઈટ પ્રમાણે કોલોરાડોના કર્ટ બ્લેર (56) અને કેલિફોર્નિયાના કાર્લોસ રોમેરો (50) ઊંચા પર્વતીય વિસ્તારોમાં પ્રમાણિત માર્ગદર્શક છે. ન્યુઝીલેન્ડ પોલીસે તેમના નિવેદનમાં કેનેડિયન ક્લાઇમ્બરનું નામ લીધું ન હતું, પરંતુ તેના પરિવારને જાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

(12:36 AM IST)