<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

એડિલેડ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11ની જાહેરાત:દોઢ વર્ષ બાદ સ્ટાર ખેલાડીની વાપસી

હેઝલવુડ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાંથી બહાર:સ્કોટ બોલેન્ડને ટીમમાં સ્થાન મળ્યું

બોર્ડર-ગાવસ્કરની ટ્રોફીની બીજી મેચ વચ્ચે પિંક બોલથી રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ટેસ્ટ મેચ એડિલેડ ઓવલમાં રમાવાની છે. ત્યારે આવતીકાલથી શરૂ થનારી આ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ દ્વારા પ્લેઈંગ 11ની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે.

આજે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્લેઈંગ 11ની જાહેરાત કરતા જણાવ્યું કે, મિચેલ માર્શ પિંક બોલ ટેસ્ટમાં બેટિંગ અને બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ફીટ છે. હેઝલવુડ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. જેના સ્થાને સ્કોટ બોલેન્ડને ટીમમાં સ્થાન મળ્યું છે. તે 18 મહિના પછી ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળશે. તે છેલ્લે જુલાઈ 2023માં ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો.

 

ઓસ્ટ્રેલિયા માટે સ્કોટ બોલેન્ડ 10 ટેસ્ટમાં 35 વિકેટ ઝડપી ચૂક્યો છે. ભારત સામે તે બે ટેસ્ટ રમી ચૂક્યો છે. જેમાં તેને 5 વિકેટ લીધી છે. આ સિવાય ટીમમાં અન્ય કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

પિંક બોલ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મિચેલ માર્શ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

(11:10 AM IST)