News of Thursday, 5th December 2024
ભારતે પાંચમી વખત જીત્યો મેન્સ જુનિયર એશિયા કપનો ખિતાબ : પાકિસ્તાનનું ધમંડ તોડયું
ફાઇનલમાં ભારતે પાક.ને પ-૩ થી પછાડયુ્ં : જીતનો હિરો અરાઇજીતસિંહ

નવી દિલ્હી, તા. પ : ભારતીય જુનિયર હોકી ટીમે એશિયા કપમાં ખિતાબી હેટ્રિક બનાવી છે. ભારતે પુરુષ જુનિયર એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને આકરી હાર આપી છે. ભારતે પરંપરાગત સ્પર્ધક પાકિસ્તાનને ૫-૩થી હરાવ્યું. ભારતની જીતનો હીરો અરાઇજીત સિંહ હુંડલ રહ્યો. જેણે ખિતાબી મેચમાં ૪ ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમ આ પહેલા ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૫ અને ૨૦૨૩માં ખિતાબ જીતી ચૂકી છે.
ભારતે પાકિસ્તાનને હરાવવાની સાથે જ જુનિયર હોકી એશિયા કપમાં પોતાની ખિતાબની સંખ્યા ૫ાંચ પર પહોંચાડી દીધી છે. મસ્કતમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને ત્રીજી મિનિટે ગોલ કરી ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ અરાઇજીત સિંહ હુંડલે પાકિસ્તાનની લીડને એક મિનિટમાં ખતમ કરી દીધી. અરાઇજીત સિંહ હુંડલે ચોથી જ મિનિટમાં ગોલ કરી ભારતને બરાબરી અપાવી હતી.
અરાઈજીત સિંહ હુંડલ બીજા હાફમાં ગોલ કર ભારતને લીડ અપાવી. તેણે ૧૮મી મિનિટમાં ભારત માટે બીજો ગોલ ફટકાર્યો. તેની એક મિનિટ પછી જ દિલરાજ સિંહે ગોલ કરી ભારતને ૩-૧થી આગળ કરી દીધું. પાકિસ્તાને પણ સરળતાથી હાર ન માની, સુફિયાન ખાને બે પેનલ્ટી કોર્નરને ગોલમાં તબદીલ કરી પાકિસ્તાનને ફરી એકવાર બરાબરી પણ લાવી દીધું હતું.
ભારત અને પાકિસ્તાનની આ બરાબરી ૮ મિનિટ સુધી રહી. ભારતીય જીતના હીરો અરાઈજીત સિંહ હુંડલે ફરી એકવાર ગોલ કરી ભારતને ૪૭મી મિનિટે ૪-૩થી આગળ કરી દીધું. અરાઈજીત સિંહને તેનાથી સંતોષ થયો નહીં અને તેણે ૫૪ મિનિટમાં વધુ એક ગોલ કરી ભારતની જીત પાક્કી કરી નાખી. અરાઈજીત સિંહ હુંડલે ૩ ગોલ પેનલ્ટી કોર્નરથી કર્યા. ૪૭મી મિનિટે તેણે મેદાની ગોલ ફટકાર્યો
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
