News of Thursday, 5th December 2024
વિરાટ એક સાથે ૯ ખેલાડીઓને પાછળ છોડશેઃ એડિલેડમાં થશે ચમત્કાર ?
એડિલેડના મેદાનમાં કોહલીએ ૪ ટેસ્ટમાં ૬૩.૬રની એવરેજથી પ૦૯ રન બનાવ્યા, ૩ સદી, ૧ ફીફટી

નવી દિલ્હીઃ જો વિરાટ એડિલેડ ટેસ્ટમાં મોટી ઈનિંગ રમે છે, તો તે વિશેષ યાદીમાં ૯ બેટ્સમેનોને પાછળ છોડી શકે છે. ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં ૪ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે ૬૩.૬૨ની એવરેજથી ૫૦૯ રન બનાવ્યા છે. જેમાં ૩ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. એટલે કે તે આ મેદાન પર દ્યણા રન બનાવે છે અને લગભગ દરેક મેચમાં મોટી ઈનિંગ રમે છે.
જો વિરાટ કોહલી આ વખતે પણ એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારે છે તો આ મેદાન પર ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ૯ બેટ્સમેનોને પાછળ છોડી દેશે. વાસ્તવમાં, અત્યાર સુધી ૧૦ બેટ્સમેનોએ આ મેદાન પર ૩ ટેસ્ટ સદી નોંધાવી છે અને એકવાર તેઓ સદી ફટકારી દે તો તેઓ અન્ય ખેલાડીઓ કરતા આગળ નીકળી જશે.
વિરાટ સિવાય માર્નસ લેબુશેન, જેક હોબ્સ, ડોન બ્રેડમેન, ડીન જોન્સ, આર્થર મોરિસ, બોબ સિમ્પસન, મેથ્યુ હેડન, જસ્ટિન લેંગર અને સ્ટીવ વોએ પણ એડિલેડ ઓવલ મેદાન પર ૩-૩ ટેસ્ટ સદી ફટકારી છે
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
