News of Thursday, 5th December 2024
પાકિસ્તાનનું ક્લીન સ્વીપનું સપનું રોળાયું : રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેએ 2 વિકેટે હરાવ્યું
પાકિસ્તાનની ટીમે 2-1થી સિરીઝ પર કબજો જમાવ્યો

ઝિમ્બાબ્વેની ટીમે 3 T-20 મેચની સિરીઝના અંતિમ મુકાબલામાં પાકિસ્તાનની ટીમે બે વિકેટે હરાવી દીધુ છે. આ સાથે જ પાકિસ્તાની ટીમનું સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાનું સપનું રોળાઈ ગયું છે. જો કે પાકિસ્તાની ટીમે સિરીઝ 2-1થી જીતી લીધી છે.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઑવરના અંતે 7 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. 133 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે છેલ્લી ઑવર સુધી પાકિસ્તાની ખેલાડીઓના શ્વાસ અદ્ધર રાખ્યા હતા. છેલ્લે 19.5 ઑવરના અંતે 8 વિકેટ ગુમાવીને ઝિમ્બાબ્વેની ટીમે જીત હાંસલ કરી હતી. આ સાથે જ T-20માં પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની ટીમની આ ત્રીજી જીત થઈ ચૂકી છે
ટૉસ જીતીને બેંટિગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પાવર પ્લેમાં જ 19 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કપ્તાન સલમાન આગા અને તૈયબ તાહિર વચ્ચે ચોથી વિકેટ માટે 33 રનની ભાગીદારી નોંધાઈ હતી.
આ મેચમાં કપ્તાન સલમાને 32 રન ફટકાર્યા હતા, જે પાકિસ્તાની પ્લેયર્સનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. જ્યારે તૈયબે 21 રન બનાવ્યા હતા આ ઉપરાંત કાસિમ અકરમે 20, અરાફાત મિનહાસે 22 અને અબ્બાસ અફરિદીએ 15 રન બનાવ્યા હતા.
133 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેના આધારભૂત બેટ્સમેન બ્રાયન બેનેટ અને તાદિવાનાશે મારુમની વચ્ચે 40 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બન્ને પ્લેયરે તોફાની બેટિંગ કરતા પ્રથમ 3.2 ઑવરમાં જ ટીમનો સ્કોર 40 રન પર પહોંચાડી દીધો હતો. આ બન્નેની પાર્ટનરશિપને સલમાન આગાએ મારુમનીને પેવેલિયન પરત મોકલીને તોડી હતી.
જે બાદ સમયાંતરે ઝિમ્બાબ્વેની ટીમની વિકેટો પડતી રહી, પરંતુ બેટ્સમેનો રન બનાવતા રહ્યા હતા. છેલ્લી ઑવરના પાંચમાં બોલે ઝિમ્બાબ્વેએ 2 વિકેટે જીત હાંસલ કરી હતી.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
