News of Friday, 6th December 2024
એડીલેડ ટેસ્ટઃ ભારત ૧૮૦ રનમાં ઓલઆઉટ
ભારતે ટોસ જીતી દાવ લીધો પણ ફરી બેટરોએ નિરાશ કર્યાઃ સ્ટાર્કને ૬ વિકેટઃ રોહિત,ગિલ,અશ્વિન ટીમમાં

એડીલેડઃ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે એડીલેડમાં આજથી પિંક બોલ ટેસ્ટનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતી દાવ લીધો છે પરંતુ ફરી એક વખત બેટરોએ નિરાશ કર્યા છે. મિચેલ સ્ટાર્કે ૬ વિકેટ ઝડપી છે. ભારત ૧૮૦ રનમાં જ ઓલઆઉટ થઇ ગયું છે. બીજા ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને અશ્વિનને ટીમમાં વાપસી કરી છે. તો દેવદત પડ્ડીકલ, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલને આરામ આપવામાં આવ્યો છે.
રોહિત શર્માએ ટોસ જીતી દાવ લેતા પ્રથમ ટેસ્ટમાં શાનદાર સેન્ચુરી ફટકારનાર યશસ્વી જયસ્વાલ પ્રથમ બોલમાં જ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. બાદમાં રાહુલ અને ગિલે થોડી બાજી સંભાળી હતી. રાહુલ ૩૭ અને ગિલ ૩૧ રને આઉટ થયાં હતાં. વિરાટ પણ ક્રિઝ ઉપર જાજુ ટકી શકયો ન હતો. ૭ રન બનાવી પેવેલીયન ભણી ગયો હતો.તો રિષભ પંત ર૧, રોહિત શર્મા ૩, નિતીશકુમાર રેડ્ડી ૪ર, અશ્વિન રર, હર્ષિત રાણા ૦ અને બુમરાહ ૦ રને આઉટ થયા હતાં. ઓસ્ટ્રેલીયાના બોલરો મિચેલ સ્ટાર્કે ૬ વિકેટ પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે ર-ર વિકેટો લીધી હતી. આ લખાય છે ત્યારે ભારત ૪૪.૧ ઓવરમાં ૧૮૦ રનમાં ઓલઆઉટ થયું છે. ઓસ્ટ્રેલીયા દાવમાં છે ૪ ઓવરમાં વિના વિકેટે ૪ રન બનાવ્યા છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
