<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલ પર રમાશે: આજે આઈસીસીની બેઠકમાં મંજૂરીની મહોર લાગશે

નવા ICC અધ્યક્ષ જય શાહ અને પાકિસ્તાન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચ્ચે દુબઈમાં એક અનૌપચારિક બેઠક દરમિયાન નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

મુંબઈ :ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર છે. લાંબા સમયથી ભારતના પાકિસ્તાન રમવા આવવા અંગે વિવાદ ચાલી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો ત્યારથી ટૂર્નામેન્ટને લઈને ચાલી રહેલા વિવાદનો હવે ધીરે ધીરે અંત આવી રહ્યો છે. આજે આઈસીસીની બેઠકમાં મળવાની છે. જેમાં આ ટૂર્નામેન્ટ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવા માટે ICCમાં સર્વસંમતિ બની ગઈ છે. 2027 સુધી ICC ટૂર્નામેન્ટમાં હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે ભારત તેની મેચ દુબઈમાં રમશે. અહેવાલો અનુસાર નવા ICC અધ્યક્ષ જય શાહ અને પાકિસ્તાન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચ્ચે દુબઈમાં એક અનૌપચારિક બેઠક દરમિયાન આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

જો કે પાકિસ્તાને એક શરતે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે. 2027 સુધી ICC ટૂર્નામેન્ટમાં હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભારત આગામી વર્ષે ઓક્ટોબરમાં મહિલા ODI વર્લ્ડ કપ અને શ્રીલંકા સાથે સંયુક્ત રીતે 2026 પુરુષોના T20 વર્લ્ડ કપની યજમાની કરશે. પાકિસ્તાને 2031 સુધી પોતાના માટે આવી સિસ્ટમની માંગણી કરી હતી. પરંતુ ICC 2027 સુધી આ માંગણી સાથે સંમત છે.

5 ડિસેમ્બરે 15 સભ્ય બોર્ડ સાથે ICCની બેઠક થઈ હતી, પરંતુ તેમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ પછી બેઠક મીટિંગ 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે ચેમ્પિયન્સ ટ્રોફી પર સ્થિતિ સાફ થશે.

(11:29 AM IST)