તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th December 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મહિલા ODI મેચ જાણૉ ક્યારે અને ક્યાં રમાશે.
ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ 8 ડિસેમ્બરથી શરૂ થશે. યજમાન ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી જાણો ભારતમાં ક્યારે અને ક્યાં તમે આ મેચ લાઈવ જોઈ શકો છો.

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં બંને દેશોની મહિલા ટીમો વચ્ચે રોમાંચક મેચ ચાલી રહી છે. ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થઈ ગઈ છે. મુલાકાતી ટીમ ઈન્ડિયાને શ્રેણીની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ પાસે પુનરાગમન કરવાની અને બીજી મેચમાં જીત મેળવવાની તક છે. શ્રેણીની બીજી મેચ બંને ટીમો માટે મહત્વની છે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા બીજી જીત મેળવીને લીડ જાળવી રાખવા માંગશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પણ નવી રણનીતિ લઈને આવશે અને શ્રેણી બરોબરી કરવા માંગે છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયા તાહલિયા મેકગ્રાની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ રવિવારે (08 નવેમ્બર 2024) રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ એલન બોર્ડર ફિલ્ડ, બ્રિસ્બેન ખાતે રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર સવારે 5.15 વાગ્યે શરૂ થશે. તેની ટોસ અડધો કલાક પહેલા થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ODI મેચ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Hotstar એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
