<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

મેચમાં ઘણી તકો આવી પણ અમે તેનો ફાયદો ન ઉઠાવી શક્યા અને હારી ગયા : રોહિત શર્મા

ટીમ ઇન્ડિયાના સુકાનીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમારા માટે નિરાશાજનક સપ્તાહ હતું, અમે મેચ જીતવા માટે પૂરતું સારું રમ્યા નહોતા અને ઓસ્ટ્રેલિયા અમારા કરતા સારું રમ્યું

મુંબઈ :બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એડિલેડના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજા દિવસે 10 વિકેટથી શાનદાર જીત મેળવી લીધી છે. આ સાથે જ પાંચ મેચની સિરીઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમારા માટે નિરાશાજનક સપ્તાહ હતું, અમે મેચ જીતવા માટે પૂરતું સારું રમ્યા નહોતા અને ઓસ્ટ્રેલિયા અમારા કરતા સારું રમ્યું. મેચમાં ઘણી તકો આવી જ્યારે અમે તે તકોનો લાભ ઉઠાવી શક્યા હોત, પરંતુ અમે તેમ કરવામાં નિષ્ફળ ગયા અને તેના કારણે અમે મેચ હારી ગયા.

અમે પર્થમાં જે કર્યું તે ખૂબ જ ખાસ હતું, અમે અહીં આવીને ફરીથી તે જ કરવા માંગતા હતા, પરંતુ દરેક ટેસ્ટ મેચના પોતાના પડકારો હોય છે. અમે જાણતા હતા કે પિંક બોલથી રમવું પડકારજનક હશે. જેમ મેં કહ્યું તેમ, ઓસ્ટ્રેલિયા અમારા કરતા સારું હતું. અમે GABA ટેસ્ટ માટે આતુર છીએ, હવે બહુ સમય નથી. અમે ત્યાં જઈને વિચારવા માંગીએ છીએ કે અમે પર્થમાં શું સાચુ કર્યું અને છેલ્લી વખત અમે અહીં હતા ત્યારે શું ખોટું કર્યું. ત્યાં કેટલીક સારી યાદો છે, આશા છે કે અમે દરેક ટેસ્ટ મેચના પડકારોને સમજીશું. અમે સારી શરૂઆત કરવા અને સારું રમવા માંગીએ છીએ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો, જે તેણે મેચના ત્રીજા દિવસ (8 ડિસેમ્બર)ના પ્રથમ સેશનમાં સરળતાથી મેળવી લીધો હતો. નાથન મેકસ્વીની 10 અને ઉસ્માન ખ્વાજા 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.

(12:36 PM IST)