તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th December 2024
ઑસ્ટ્રેલિયા સામે ભૂંડો પરાજય: ડબલ્યુટીસીમાં નંબર-વનનો તાજ છીનવાયો

ઓસ્ટ્રેલીયા સામેની પહેલી ટેસ્ટમાં ૨૯૫ રનની જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના બેટરોએ એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો અને કાંગારૂ ટીમે ૧૦ વિકેટે મેચ જીતી લીધી હતી.
રોહિત શર્માની વાપસીથી ટીમ સારું પ્રદર્શન કરશે એવી આશા ઠગારી નીવડી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયન બોલરો સામે ટકી શકી ન હતી. યશસ્વી પછી કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી બધા સસ્તામાં આવું તો થઈ ગયા હતા. નીતીશ રેડ્ડીએ ૪૨ રનની ફટકારતાં સ્કોર ૧૮૦ રન સુધી પહોંચાડ્યો હતો.
કાંગારૂ ટીમે પહેલી ઇનિંગમાં ૩૩૭ રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે ફરીથી ભારતીય બોલરોને હંફાવી દીધા હતા.
આ મેચ બાદ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હવે ૧-૧ થી બરાબર થઈ ગઈ છે. એડિલેડ ટેસ્ટ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત પાસેથી નંબર-વન નો તાજ છીનવી લીધો હતો. કાંગારૂ ટીમ ૬૦.૭૧ ટકા માર્ક્સ સાથે પ્રથમ સ્થાને પહોંચી છે.
તો બીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી કારમી હારની સાથે પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમે પોતાનું વર્ચસ્વ ગુમાવી દીધું છે. અને ટોપ-ટુ માંથી પણ બહાર થઈ ગઈ છે. આ હાર સાથે ભારતીય ટીમ ૫૭.૨૯ ટકા માર્ક્સ સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. દક્ષિણ આફ્રિકા ૫૯.૨૬ ટકા માર્ક્સ સાથે બીજા સ્થાને છે.
ભારતે ટેસ્ટ હાર્યા બાદ ફાઈનલમાં પહોંચવાની રેસ રોમાંચક બની ગઈ છે. ભારત પાસે હજુ પણ ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચવાની તક છે. સીરિઝમાં હજુ ૩ મેચ બાકી છે. આ સ્થિતિમાં જો ભારતીય ટીમ સીરિઝની બાકીની ત્રણ મેચ જીતી લે છે તો તે સીરિઝ ૪-૧થી જીતી લેશે. જો આવું થશે તો ભારતીય ટીમનો ૬૪.૦૪ ટકા માર્કસ પર પહોંચી જશે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
