<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

આઇપીએલના અનસોલ્‍ડ ખેલાડીઓને ખરીદશે પાકિસ્‍તાન સુપર લીગના ટીમ માલીકો

ચેમ્‍પીયન્‍સ ટ્રોફીના કારણે પીએસએલને માર્ચ-એપ્રીલમાં લઇ જવાયું

 

નવી દિલ્‍હીઃતા. ૯: આઇપીએલમાં અનેક ખેલાડીઓ અનસોલ્‍ડ રહ્યા છે.જે ખેલાડીઓને કોઇ ખરીદદાર નથી મળ્‍યા તેને પાકિસ્‍તાન સુપર લીગની ફ્રેન્‍ચનઇઝી ખરીદશે.જેના માટે આઇપીએલના અનસોલ્‍ડ ખેલાડીઓનું લીસ્‍ટ પણ બનાવી લેવામાં આવ્‍યું છે. ચેમ્‍પીયન્‍સ ટ્રોફી-૨૦૨૫ ની મેજબાની કરી રહ્યું છે.ચેમ્‍પીયન્‍સ ટ્રોફીના કારણે પીએસએલને આગળ લઇ જવાયું છે,જે માર્ચ-એપ્રીલમાં રમાશે.આ દરમિયાન આઇપીએલનો પણ જંગ જામશે.વિદેશી ખેલાડીઓ આઇપીએલને પ્રાથમીકતા આપતા હોવાથી પાકિસ્‍તાને અનસોલ્‍ડ ખેલાડીઓ ઉપર નજર કેન્‍દ્રીત કરી છે.

(3:26 PM IST)