<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

વિશ્વ ઉમિયાધામ યુવા ફાઉન્‍ડેશન દ્વારા શનિવારથી ડે-નાઇટ ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્‍ટઃ ફાઇનલ મેચ દુબઇમાં

રાજકોટઃતા.૯ વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠન દ્વારા ડે-નાઇટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ર૦ર૪-રપ નું શાનદાર આયોજન કરવામાં આવી રહયુ છે. વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના આર.પી. પટેલ અને ગૌતમ ધમસાણીયા દ્વારા આ સમગ્ર આયોજનને સફળતા તરફ દોરી જવામાં આવી રહયું છે.

ગુજરાત રાજયમાં પાંચ ઝોનનું યુડી કલબના નેઝા હેઠળ શહેરનાં યુરોપીયન જીમખાના ખાતે તા.૧૪ ના શનિવારે શહેરના જાણીતા સામાજિક અને રાજકિય આગેવાનોની ઉપસ્‍થિતિમાં આ ટુનામેન્‍ટનું ઉદઘાટન કરશે.

સૌરાષ્‍ટ્ર ઝોનની મેચો રમાશે તેમ યુડી કલબના પુષ્‍કરભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે ક્રિકેટની ટુનામેન્‍ટમાં ટેનિશની રકત ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત રમાઇ રહી છે. ત્‍યારે ટેનિસ ક્રિકેટ રમનારા ખેલાડીઓમાં ઉત્‍સાહ વર્તાઇ રહયો છે. કારણ કે ગુજરાત રાજયના પાંચ ઝોનમાંથી વિજેતા થયેલ ટીમને અમદાવાદ ખાતે લીગ મેચ રમાડવામાં આવશે અને ત્‍યારબાદ અમદાવાદમાં વિજય થનાર ટીમોને સાત સમંદર પાર દુબઇ ખાતે ફાઇનલ મેચ રમાડવામાં આવનાર છે.

કાઠીયાવાડ જીમખાના ખાતે શરૂથનાર આ મેચમાં આઠ હાઇ માસ્‍ટ લાઇટ ટાવર, ભવ્‍ય કોમેન્‍ટ્રી બોક્ષ તથા પ્‍લેયરર્સ ડગઆઉટ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે. તેમજ ખેલાડીઓના ચોગ્‍ગા અને છગ્‍ગા અને વિકેટની પણ ડીજેના સથવારે વધાવીને ખેલાડીઓના ઉત્‍સાહને પુસ અપ કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્‍ટ્ર ના ટેનિશ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે આ સુવર્ણ તક ઉભી થઇ છે. ફાઇનલમાં રમનાર ટીમોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે રમવાનો મોકો મળશે. 

ઉમા ડાયનેમિક કલબ એટલે કે યુડી કલબ દ્વારા અનેક સેવાકિય કાર્યો ઉપરાંત સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયુ છે. ત્‍યારે યુવાનો માટે પણ સ્‍પોર્ટસમાં રમતવિરો પોતાનું કૌશલ્‍ય દેખાડે તે માટે અને ભાઇચારાની ભાવનાને સુદ્રઢ કરે તે આશયથી આ ઐતિહાસિક અને પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્‍યું છે.

દરેક ઝોન ખેલાડીઓને વિશ્વ ઉમિયા ફાઉડેશન તરફથી આપવામાં આવેલ ટીશર્ટ  પહેરવાનું રહેશે. આ માટે દરેક ટીમોએ રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે. સૌરાષ્‍ટ્ર ઝોનમાં રજીસ્‍ટ્રેશન કરાવવા માટે બ્રાઇટ વિઝન, દર્શન કોમ્‍પલેક્ષ, પુષ્‍કરધામ સોસાયટી સામે, રાજકોટ ખાતે વધુ સંપર્ક માટે ૮૮૬૬પ૯૦ર૯૪ પરથી માહિતિ મેળવી શકાશે. સમાજના યુવાનોને યુવા સંગઠનના માધ્‍યમથી સેવાના પ્રવાહની સાથે જોડવાનો આ ભગીરથ પ્રયત્‍ન છે.

આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ કલબ યુડીના એડવાઇઝરી ડાયરેકટર સર્વ શ્રી જીવનભાઇ ગોવાણી, રમણભાઇ વરમોરા, શૈલેષભાઇ વૈષ્‍નાણી, ગૌતમભાઇ ધમસાણીયા, સંજયભાઇ ઇજાકાસણીયા, અને પુષ્‍કરભાઇ પટેલ તથા કલબ યુડીના પ્રમુખ પંકજભાઇ કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઇ રહી છે.

ક્રિકેટ ટુનામેન્‍ટના પ્રોજેકટ ઇન્‍ચાર્જ તરીકે હિરેન ધાટોડીયા મો. ૮૪૦૧૭૪૭પ૪૪ તથા સહ ઇન્‍ચાર્જ તરીકે પરેશ કકાણીયા મો.૯૯રપપપપ૦૦રર તથા યુડી કલબ વિવિધ સમિતિના સર્વે પરાગ ધોટોડીયા, ભુમિકા વાધાણી, હાર્દિક કોરીંગા, દિવ્‍યેશ ભોજાણી, રાકેશ રોજમાળા, નિમેષ રંગપરીયા, પ્રવિણ ભોરણીયા, અક્ષય ગડારા શૈલેષ ગડારા, અલ્‍પેશ કામરીયા, ભાણજી રાજમાળા, ભર્ગવ મેતલીયા, દેવેન દેત્રોજા, દિપક પનારા, મયુર કાલાવડીયા, મુકેશ ધોડાસરા, અરવિંદ બાવરીયા, ભરત ફેફર, ભાવેશ સાધરીયા ભાવિન કામાણી, બીપીન વાઘડીયા, બિપિન કુંડારીયા, દિનેશ કાનાણી, દિનેશ મુંદડીયા, દિવ્‍યેશ ભાલોડી, ગૌરવ જાવીયા, હર્ષદ કાનાણી, હિતેષ ધોડાસરા, હિતેષ માલસાણા, જીગર ભુવા, જીજ્ઞેશ વાધાણી, કલ્‍પેશ કાનાણી, કમલેશ કાલાવડીયા, કૌશિક વૈષ્‍નવ, કૌશિક સબાપરા, કિશન ધોડાસરા, કિરીટ બોડા, લલિત ફેફર, મનહર ફેફર, મનિષ ગડારા મનિષ સાધરીયા, મનોજ ગાંભવા, મનસુખ કાનાણી, મૌલિક કાલાવડીયા, નરેન્‍દ્ર પાણ, નિલેષ માકાસણા, પરેશ જાવીયા, પુનિત કાનાણા, રાજ પનારા, રાજુ ભોરણીયા, રાજુ ચિકાણી, રસિક જાવીયા, રોહિત છાત્રોલા, રોહિત ફળદુ, સુનિલ માકાસણા, સન્‍ની દેત્રોજા, ઉમેષ કુંડારીયા, વિલમ અમૃતિયા વિપુલ પટેલ, વિપુલ વિરમગામા, વિવેક કાનાણી, વિવેક કાવઠીયા, યતિન કામરીયા, યોગેશ ભેંસદડીયા, યોગેશ ભોજાણી, વિમલ વરસડા, શાંતિલાલ ભુત સહિતના આગેવાનો આ ટુનામેન્‍ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

(3:42 PM IST)