<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટે હરાવ્યું : હેડ બન્યો 'પ્લેયર ઓફ ધ મેચ'

નવી દિલ્હી: બોર્ડર ગાવસ્કર સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ભારત બીજા દાવમાં 175 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને કાંગારૂઓને જીતવા માટે માત્ર 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે યજમાન ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.આ ડે-નાઈટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે તેની ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા. ચોથા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને 7 રન બનાવીને રમી રહેલા રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન પેટ કમિન્સ એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ભારતને આગળનો ફટકો હર્ષિત રાણાના રૂપમાં લાગ્યો હતો, જે ખ્વાજાના હાથે કમિન્સે કેચ આઉટ થયો હતો. હર્ષિતે 12 બોલનો સામનો કર્યો અને પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં.આ પછી બીજા છેડે કેટલાક સારા શોટ રમી રહેલા નીતીશ રેડ્ડીએ પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પેટ કમિન્સે તેની 42 રનની આક્રમક ઈનિંગનો અંત નાથન મેકસ્વીનીના હાથે કેચઆઉટ કરીને કર્યો હતો. નવા ખેલાડી નીતિશ રેડ્ડીએ પોતાની ઇનિંગમાં 47 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાએ મોહમ્મદ સિરાજને 7 રનના સ્કોર પર આઉટ કરીને ભારતનો દાવ 175 રન પર સમેટ્યો હતો. મોહમ્મદ સિરાજે આઠ બોલનો સામનો કરીને સાત રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં કેપ્ટન કમિન્સે 14 ઓવરમાં 57 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. સ્કોટ બોલેન્ડે 8.5 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ અને પ્રથમ દાવમાં 6 વિકેટ લેનાર મિચેલ સ્ટાર્કે 14 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

 

(5:22 PM IST)