<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયાએ મેચ રમ્યા પહેલા જ બનાવી દીધો મોટો રેકોર્ડ : ટેસ્ટ મેચના 200 દિવસ પહેલા જ વહેંચાઈ ગઈ તમામ ટિકિટ

આ સિરીઝ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પછી શરૂ થવાની છે આ સિરીઝને હાલ 200થી વધુ દિવસ બાકી છે તે પહેલા એક મોટો રેકોર્ડ બની ગયો

નવી દિલ્હી તા.૧૧ :  ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે પહોંચી છે. ભારતની આગામી ટેસ્ટ સિરીઝ આવતા વર્ષે જૂનમાં ઈંગ્લેન્ડ સામે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝનું આયોજન છે. આ સિરીઝ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પછી શરૂ થવાની છે. ત્યારે આ સિરીઝને હાલ 200થી વધુ દિવસ બાકી છે, તે પહેલા એક મોટો રેકોર્ડ બની છે. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ સિરીઝને પટૌદી ટ્રોફી નામ આપવામાં આવ્યું છે. આ સિરીઝની પ્રથમ મેચ 20 જૂન 2025થી લીડ્સમાં રમાશે. જ્યારે આ સિરીઝની બીજી મેચ 2 જુલાઈ 2025થી બર્મિંઘમમાં રમાવાની છે. જેને હાલ 203 દિવસ બાકી છે. ત્યારે આ મેચના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વહેંચાઈ ગઈ છે. 

એજબેસ્ટન સ્ટેડિયમના X એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે કે, પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વહેંચાઈ ગઈ છે. આ ટિકિટની પ્રાઈઝ 2700 રૂપિયાથી શરૂ થઈને 32 હજાર રૂપિયા સુધી છે. જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ટિકિટ પ્રાઈઝ 10 પાઉન્ડ એટલે કે 1080 રૂપિયા રાખવામાં આવી છે. 

India vs England Test Series 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

• પ્રથમ ટેસ્ટ મેચ - 20 જૂનથી 24 જૂન - લીડ્સ

• બીજી ટેસ્ટ મેચ - 2 જુલાઈથી 6 જુલાઈ - બર્મિંગહામ

• ત્રીજી ટેસ્ટ મેચ - 10 જુલાઈથી 14 જુલાઈ - લોર્ડ્સ, લંડન

• ચોથી ટેસ્ટ મેચ - 23 જુલાઈથી 27 જુલાઈ - માન્ચેસ્ટર

• પાંચમી ટેસ્ટ મેચ - 31 જુલાઈથી 4 ઓગસ્ટ - લંડન

(4:47 PM IST)