News of Saturday, 14th December 2024
ગાબામાં ભારે વરસાદ યથાવત :ત્રીજી ટેસ્ટમેચની પ્રથમ દિવસ સંપૂર્ણ ધોવાઈ ગયો :માત્ર 13.2 ઓવરની જ રમત શક્ય બની
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો: પ્લેઈંગ 11માં આર અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાના સ્થાને આકાશ દીપને સ્થાન મળ્યું

આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત બ્રિસ્બેનના ધ ગાબામાં થઈ છે. ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સમાપ્ત, આજે માત્ર 13.2 ઓવરની રમત શક્ય બની હતી હાલ પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબરી પર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભાકતીય ટીમે જીત મેળવી હતી જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જીત મેળવી હતી. ગાબામાં વરસાદ યથાવત રહેતા સંપૂર્ણ દિવસ ધોવાઈ જવાની શક્યતા હતી
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પ્લેઈંગ 11માં આર અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાના સ્થાને આકાશ દીપને સ્થાન મળ્યું હતું
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
