News of Saturday, 14th December 2024
ગાબામાં વરસાદ વેરી બન્યો: ભારતના WTC ફાઈનલના સમીકરણો બગાડશે: ઓસ્ટ્રેલિયાને પણ નુક્શાનની વકી
વર્તમાન પોઈન્ટ ટેબલમાં ભારત 57.29 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા 60.71 ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ગાબા ખાતે રમાઈ રહી છે. મેચનો પ્રથમ દિવસ અત્યાર સુધી વરસાદી રહ્યો છે. પ્રથમ બે સેશનમાં માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી. વરસાદના કારણે બીજું સત્ર ધોવાઈ ગયું હતું. આગામી દિવસોમાં બ્રિસ્બેનમાં પણ વરસાદની આગાહી છે, આથી ફેન્સના મનમાં એક ડર છે કે જો ત્રીજી ટેસ્ટ ડ્રો થશે તો તેની WTC પોઇન્ટ ટેબલ પર શું અસર પડશે અને ભારત માટે પણ તેની શક્યતા વધી જશે.
વર્તમાન પોઈન્ટ ટેબલમાં ભારત 57.29 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા 60.71 ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. જો ગાબા ટેસ્ટ વરસાદથી ડ્રો જશે તો બંને ટીમને નુકસાન થશે પરંતુ સ્થાન બદલાશે નહીં. જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો થશે તો બંને ટીમને 4-4 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારતના 55.88 ટકા પોઇન્ટ હશે જ્યારે ઓસ્ટ્રેલિયાના 58.88 ટકા પોઇન્ટ હશે.
જો ભારત ગાબા ટેસ્ટ ડ્રો બાદ આગામી બે મેચ જીતે છે અને શ્રેણી 3-1થી જીતી લે છે, તો તેને ફાઇનલની સીધી ટિકિટ મળશે. ગાબા ટેસ્ટ ડ્રો થયા પછી, જો ભારત આગામી બેમાંથી એક મેચ જીતે છે અને એક હારે છે, તો શ્રેણી 2- 2 થી સમાપ્ત થશે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. ભારતે પ્રાર્થના કરવી પડશે કે પડોશી ટીમ તે શ્રેણી 1-0 અથવા 2-0થી જીતે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
