<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ગાબા ટેસ્ટની વચ્ચે BCCI નો મોટો નિર્ણય:3 ખેલાડીઓને ભારત મોકલી દીધાં :હજુ બે ખેલાડીઓ પર લટકતી તલવાર

બીસીસીઆઇએ મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીને ટીમમાંથી બહાર કર્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા ખાતે ચાલી રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મહત્વપૂર્ણ ટેસ્ટ મેચની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ મોટો નિર્ણય લીધો છે. BCCIએ 3 ખેલાડીઓ મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીને ટીમમાંથી બહાર કરી દીધાં છે અને તેઓ ટૂંક સમયમાં ભારત આવવા રવાના થશે અને બંગાળની વિજય હજારે ટ્રોફીમાં રમતા દેખાશે.

આ ત્રણેય ખેલાડીઓ ફાસ્ટ બોલર છે, જેમની આગામી બે મેચમાં જરૂર નહીં પડે, કારણ કે હાલમાં બે વધુ ફાસ્ટ બોલર ટીમમાં છે અને આ જ કારણે મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીને ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યાં છે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ત્રણ મેચમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીને તક મળી ન હતી તે ઉપરાંત આગામી બે મેચમાં પણ જરુર ન હોવાથી અને તેમની ફિટનેસને ધ્યાનમાં રાખીને ટીમ બહાર કરાયાં હતા. મુકેશ કુમારનું નામ બંગાળની વિજય હજારે ટ્રોફી ટીમમાં પણ જોવા મળ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ ત્રણ ઝડપી બોલરોને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તે ભારત પરત ફર્યો હોવા છતાં ભારતીય ટીમમાં પાંચ યોગ્ય પેસર હશે. જેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્ના સામેલ છે.

3 ખેલાડીઓ ઉપરાંત બીજા અભિમન્યુ ઈસ્વાન અને દેવદત્ત પડિકલને પણ ટીમમાંથી બહાર કરી શકાય છે, કારણ કે રોહિત શર્મા ઓપનર તરીકે પરત ફર્યો છે. કેએલ રાહુલે ઓપનિંગ કર્યું છે અને આમ ભારત પાસે યશસ્વી જયસ્વાલ સહિત ત્રણ ઓપનિંગ વિકલ્પો છે. સરફરાઝ ખાન મિડલ ઓર્ડર માટે ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે બેકઅપ ઓપનર અભિમન્યુ ઇશ્વરન અને દેવદત્ત પડિકલને પણ BGT ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. વિજય હજારે ODI ટૂર્નામેન્ટ 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.

(4:52 PM IST)