તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ભારતીય ટીમને ફોલોઓનમાંથી ઉગારતા પૂછડીયા,ખેલાડીઓ : બાપુના લડાયક ૭૭ : રાહુલે ૮૪ ફટકાર્યા
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ત્રીજો ટેસ્ટ... : જસપ્રીત બુમરાહ -આકાશદીપ દાવમાં : ભારત ૯ વિકેટે રપર : બેડલાઇટને કારણે રમત બંધ

બ્રિસ્બેન, તા. ૧૭ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે એટલે કે, મંગળવારે મેચનો ચોથો દિવસ છે.
ટી-બ્રેક બાદ ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૯ વિકેટે ૨૫૨ રન બનાવી લીધા છે. જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ અણનમ છે. ભારતના આ બંને ખેલાડીઓએ ફોલોઓનને બચાવી લીધું. તો કાઠીયાવાડી માસ્ટર બાપુએ લડાયક ૭૭ રન ફટકારી ભારતની ટીમને ફોલોઓનમાંથી ઉગારવા માટે કમર કસી હતી.
રવિન્દ્ર જાડેજા ૭૭ રન બનાવીને આઉટ થયો હતો. તે પેટ કમિન્સ દ્વારા મિચેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. તેણે નીતિશ રેડ્ડી (૧૬ રન) અને કેપ્ટન રોહિત શર્મા (૧૦ રન)ને પણ આઉટ કર્યા હતા. મોહમ્મદ સિરાજ (૧ રન)ને મિચેલ સ્ટાર્કે પેવેલિયન મોકલ્યો હતો. કેએલ રાહુલ (૮૪ રન) નાથન લિયોનનો શિકાર બન્યો હતો.
ભારતીય ટીમે સવારે ૫૧/૪ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું.
કેએલ રાહુલે ૩૩ રન અને રોહિત શર્માએ શૂન્ય સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૪૪૫ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ શનિવારે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
બજા સેશનમાં ભારતીય ટીમે પ્રથમ દવામાં ૬ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા ત્યારે જાડેજાએ પોતાની ફિફટી પુરી કરી લીધી હતી. ભારતને ફોલોઓનમાંથી ઉગારવા માટે ઝઝુમનાર કેએલ રાહુલ ૮૪ રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન લાયને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્મિથે ડાઇવિંગ કરીને કેચ લીધો હતો. કેપ્ટન રોહિત શર્મા (૧૦ રન)ને પેટ કમિન્સે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.આ પછી વિકેટ ઝડપી પડી હતી, પરંતુ જસપ્રિત બુમરાહ અને આકાશ દીપની જોડીએ છેલ્લી વિકેટ માટે અણનમ ૩૯ રનની ભાગીદારી કરી હતી. અને ભારતને ફોલોઓનમાંથી ઉગારી લીધુ હતું. હાલમાં ખરાબ લાઈટના કારણે મેચ રોકવામાં આવી છે.
પેટ કમિન્સના બોલ પર બુમરાહે સિક્સર ફટકારી
આ પહેલા પેટ કમિન્સના બોલ પર જસપ્રિત બુમરાહે શાનદાર સિક્સર ફટકારી હતી. તેણે ૬૮મી ઓવર ફેંકી રહેલા પેટ કમિન્સના પ્રથમ બોલ પર પુલ કર્યો, જે ફાઇન લેગ બાઉન્ડ્રીની બહાર ગયો.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
