તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ અને આકાશ દીપની જોડીએ રંગ રાખ્યો : ચોથા દિવસની રમતમાં ભારે રસાકસી જોવા મળી
ભારતે ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન બનાવી લીધા : બુમરાહ અને આકાશ બંનેએ એક-એક સિક્સર પણ ફટકારી : કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાને બાદ કરતા કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતા

નવી દિલ્હી તા.૧૭ : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસની રમતે બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. ચોથા દિવસની રમતમાં ભારે રસાકસી જોવા મળી હતી. ભારતને ફોલોઓન ટાળવા માટે 33 રનની જરૂર હતી અને ઓસ્ટ્રેલિયાને 1 વિકેટની જરૂર હતી ત્યારે પહેલી નજરે તો એવું લાગતું હતું કે ભારત ફોલોઓન થઈ જશે. પરંતુ જસપ્રીત બુમરાહ અને આકાશ દીપની જોડીએ રંગ રાખ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. વરસાદ પ્રભાવિત આ મેચમાં ભારતની સ્થિતિ ખરાબ રહી હતી. આ મેચમાં બુમરાહ 27 બોલનો સામનો કરી 10 રન બનાવી નોટ આઉટ રહ્યો છે. જ્યારે આકાશ દીપ 31 બોલનો સામનો કરી 27 રન પર નોટ આઉટ છે. ભારતે ચોથા દિવસના અંતે 9 વિકેચે 252 રન બનાવી લીધા છે. ભારત હજું 193 રન પાછળ છે. મજાની વાત એ છે કે બુમરાહ અને આકાશ બંનેએ એક-એક સિક્સર પણ ફટકારી હતી.
કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાને બાદ કરતા કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. કેએલ રાહુલે 84 રન અને જાડેજાએ 77 રન બનાવ્યા હતા. જ્યારે ગિલ, કોહલી, જયસ્વાલ, પંત 10 રન સુધી પણ પહોંચી શક્યા ન હતા.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
