તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બન્યો જસપ્રીત બુમરાહ: કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો
બુમરાહે સાતમી ઓવરમાં લાબુશેનને બોલ્ડ કરતા જ ઓસ્ટ્રેલિયામાં 52મી ટેસ્ટ વિકેટ ઝડપીને કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો

મુંબઈ :આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મોટો રેકોર્ડ બનાવી દીધો છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. આ સાથે જ તેને પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નામવિકેટએવરેજજસપ્રીત બુમરાહ5217.21કપિલ દેવ5124.58અનિલ કુંબલે4937.73આર અશ્વિન4042.42બિશન બેદી3527.51
આજે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની ત્રીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયામાં 51મી ટેસ્ટ વિકેટ ઝડપીને કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી હતી. ત્યારબાદ બુમરાહે સાતમી ઓવરમાં લાબુશેનને બોલ્ડ કરતા જ ઓસ્ટ્રેલિયામાં 52મી ટેસ્ટ વિકેટ ઝડપીને કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં વિદેશી બોલરોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કર્ટલી એમ્બ્રોસના નામે છે. તેને 14 મેચમાં 19ની એવરેજથી 78 વિકેટ લીધી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
