<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ભારત-ઓસ્‍ટ્રેલીયા ત્રીજો ટેસ્‍ટ ડ્રો : ભારતને ર૭પનો ટારગેટ હતો : ઓસીઝનો બીજા દાવમાં ધબડકો

ગાબા ટેસ્‍ટમાં ઓસ્‍ટ્રેલિયાએ બીજી ઇનિંગ ૮૯ રને ડિકલેર કરેલ : આજે ત્રીજી ટેસ્‍ટનો પાંચમો અને છેલ્લો દિવસ છે

બ્રિસ્‍બેન,તા. ૧૮ : ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે ચાલી રહેલી બ્રિસ્‍બેનના ધ ગાબા મેદાન પર આજે મેચના અંતિમ દિવસે ઓસ્‍ટ્રેલિયાએ ભારતને ૨૭૫ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો, પરંતુ વરસાદને કારણે દિવસની રમત રદ કરવામાં આવી હતી અને મેચ ડ્રો થઈ હતી. અહીં એક દિવસમાં માત્ર ૨૪ ઓવર જ નાખી શકાઇ હતી.

વરસાદ આવે તે પહેલા ભારતીય ટીમે બીજા દાવમાં વિના વિકેટે ૮ રન બનાવી લીધા હતા. યશસ્‍વી જયસ્‍વાલ અને કેએલ રાહુલ અણનમ પરત ફર્યા હતા.

આ પહેલા ભારતના ફાસ્‍ટ બોલરોએ ઓસ્‍ટ્રેલિયાની ૭ વિકેટ ૮૯ રનમાં પાડી દીધી હતી, ત્‍યારબાદ કેપ્‍ટન પેટ કમિન્‍સે ઇનિંગ્‍સ ડિકલેર કરી હતી. સવારે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૬૦ રનના સ્‍કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીં કાંગારૂઓને પ્રથમ ઇનિંગમાં ૧૮૫ રનની લીડ મળી હતી. ઓસ્‍ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં ૪૪૫ રન બનાવ્‍યા હતા.

આ ડ્રો બાદ ૫ મેચની સિરીઝ ૧-૧ થી બરાબરી પર છે. ભારતે પહેલી ટેસ્‍ટ ૨૯૫ રનથી જીતી હતી, જ્‍યારે ઓસ્‍ટ્રેલિયાએ બીજી ટેસ્‍ટ ૧૦ વિકેટે જીતી હતી. ચોથી મેચ ૨૬ ડિસેમ્‍બરથી મેલબોર્નના MCG મેદાન પર રમાશે.(૯.૩પ)

(3:30 PM IST)