તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
ICC રેન્કિંગમાં ક્રિકેટ ચાહકોને મળ્યા ગુડ ન્યુઝ : ચાર ભારતીય બેટ્સમેનને ફાયદો :મોટો અપસેટ
જો રૂટે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે પોતાના જ દેશના બેટ્સમેન હેરી બ્રુકને પાછળ છોડી દીધો

મુંબઈ : બુધવારે ICCએ નવી રેન્કિંગ જાહેર કરી. જો રૂટે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે પોતાના જ દેશના બેટ્સમેન હેરી બ્રુકને પાછળ છોડી દીધો છે. બીજી તરફ, 4 ભારતીય બેટ્સમેન હવે ટોપ 20માં છે. શુભમન ગિલને પણ ફાયદો થયો છે. શુભમન ગિલ 17મા સ્થાનેથી 16મા સ્થાને પહોંચી ગયો છે જ્યારે વિરાટ 20મા સ્થાને છે.
બીજી તરફ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત છે. તે 890 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. તેના પછી કાગીસો રબાડા છે, જેના 856 પોઈન્ટ છે. રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં આગળ વધી રહ્યો છે. જડ્ડુને 415 રેટિંગ છે. વધુ માહિતી માટે તમે વિડિયો જોઈ શકો છો.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
