<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાશે: ભારત-વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ પહોંચી વડોદરા

વડોદરા હવાઈ મથક ખાતે મહિલા ક્રિકેટ ટીમો આવી પહોંચતા BCA દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ

વડોદરા શહેરમાં કોટંબી સ્ટેડિયમમાં રવિવારે પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. આ ક્રિકેટ મેચ ભારત અને વેસ્ટઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનાર છે.મહિલા ટીમ વચ્ચે ડે નાઈટ ઓડીઆઇ સિરીઝની આ પ્રથમ મેચ છે. વડોદરા હવાઈ મથક ખાતે મહિલા ક્રિકેટ ટીમો આવી પહોંચતા BCA દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બંને ટીમો વારાફરતી કોટંબી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે.

લાંબા અંતરાલ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશન પ્રથમ ઇન્ટરનેશનલ મેચ મળી છે તાજેતરમાં નવનિર્માણ પામેલ વડોદરા નજીક કોટમબી સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. રવિવારે ભારત વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે ડે નાઈટ ઓડીઆઇ સિરીઝની પહેલી મેચ કોટંબી ખાતે રમવાનાર છે. આ બંને ટીમો મુંબઇથી ફ્લાઈટમાં વડોદરા હવાઈમથકે રાત્રે આવી પહોંચી હતી અને ટીમોના 40 સભ્યો આવ્યા હતા. જેમનું બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યો હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી બીસીએના પ્રતિનિધિઓ ભારતીય ટીમ માટે લોકલ મેનેજર તરીકે નિમાયેલા ગીતા ગાયકવાડ અને વેસ્ટન ઈન્ડિઝની ટીમ માટે નિમાયેલા તનવીર મુકાદમ સહિત લોકોએ મહિલા ક્રિકેટ ટીમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેમને રેસકોસ ખાતે આવેલી એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રવિવારે યોજાનાર આ મેચ માટે શનિવારે બપોરથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રેક્ટિસ કરશે અને ત્યારબાદ સાંજે 6:00 થી 9:00 કલાક સુધીમાં ભારતીય ટીમ પ્રેક્ટિસ કરશે. આ પહેલા ભારતીય ટીમ માટે નિમાયેલા મેનેજર ગીતા ગાયકવાડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે નિમાયેલા તનવીર મુકાદમ સ્ટેડિયમમાં પહોંચી વિવિધ વ્યવસ્થાઓ અંગે નિરીક્ષણ પણ કર્યું હતું.

(1:07 PM IST)