<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમેચમાં રવિન્દ્ર જાડેજા અને ગિલ થશે બહાર! જાણો ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11

ચોથી ટેસ્ટ મેચ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન બનાવવા માટે ખૂબ જ મહત્વની

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન બનાવવા માટે ખૂબ જ મહત્વની છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રણ મેચ બાદ હાલ આ સિરીઝ 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાવાની છે. આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા તેની પ્લેઈંગ 11માં બદલાવ કરી શકે છે. જાણો ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11.

અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે બેટિંગ ચિંતાજનક રહી છે. અત્યાર સુધીમાં કોઈપણ ભારતીય બેટ્સમેન પ્રભાવ બતાવી શક્યો નથી. ત્યારે ચોથી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ 11માં બદલાવની સાથે બેટિંગ ઓર્ડરમાં પણ બદલાવ જોવા મળી શકે છે. ખરાબ ફોર્મમાં જોવા મળી રહેલા શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

આવી સ્થિતિમાં, રોહિત શર્મા ત્રીજા સ્થાને અને શુભમન ગિલના સ્થાને ટીમમાં સરફરાઝ ખાનને તક મળી શકે છે. જે નંબર-6 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આ સાથે જ ટીમમાં જાડેજાના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. સુંદર ઓફ સ્પિનર હોવાની સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. જાડેજાએ ત્રીજી ટેસ્ટ મેચમાં સારી બેટિંગ કરી હતી જો કે, તે બોલિંગમાં પ્રભાવ પાડી શક્યો ન હતો.

 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.

(5:19 PM IST)