તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
પૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝાને ૭ 8વર્ષની સજાઃ ૭ લાખનો દંડ
બનાવટી કાગળીયા બનાવી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાંથી સવા કરોડની રકમની ઉચાપત કરી હતી

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝાને કોર્ટે ૭ વર્ષની સજા સંભળાવી છે અને ૭ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના જોલખેડા બ્રાન્ચમાં ૨૦૧૩માં થયેલા સવા કરોડના ગોટાળામાં ૧૧ વર્ષ પછી કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચર્ચિત કેસમાં ચાર આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યાં છે. તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝા પણ સામેલ છે.
નમન ઓઝાના પિતા વિનય ઓઝાએ વર્ષ ૨૦૨૨માં જ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩માં બેન્ક ઓફ મહારાષ્ટ્ર બ્રાન્ચ જોલખેડામાં બેન્ક મેનેજર અભિષેક રત્નમ, વિનય ઓઝા સહિત અન્યએ મળીને બનાવટી નામ અને ફોટાના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને બેન્ક રકમ ઉપાડી હતી. ત્યારે આશરે સવા કરોડ રૂપિયાની રકમ ઉપાડવામાં આવી હતી. આ મામલે માસ્ટરમાઇન્ડ અભિષેક રત્નમ હતો. જેણે બેન્ક અધિકારીઓના પાસવર્ડનો દુરુપયોગ કરી બનાવટી ખાતાના માધ્યમથી ગોટાળાને અંજામ આપ્યો હતો.
હવે કોર્ટ વિનય ઓઝા સિવાય અભિષેક રત્નમને ૧૦ વર્ષની જેલ અને ૮૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ધનરાજ પવાર અને લખન હિંગવેને પણ ૭-૭ વર્ષની જેલની સજા સંભળાવી ૭-૭ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
