તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
અક્ષર પટેલ પિતા બન્યો, પત્નીઍ આપ્યો પુત્રને જન્મ
અક્ષર પટેલે સોશ્યલ મીડિયામાં આપી ખુશખબર

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર અોલરાઉન્ડર પિતા બન્યો છે. અક્ષર પટેલે અોકટોબર મહીનામાં જ સોશિયલ મીડિયા પર ફેન્સને કહયું હતું કે તે ટૂંક સમયમાં પિતા બનવાનો છે. હવે ઍક ફોટો શેર કરીને અક્ષર પટેલે ચાહકોમાં ખુશખબર શેર કરી છે કે તેના ઘરમાં બાળકનું હાસ્ય ગુંજી ઉઠયું છે. અક્ષર પટેલની પત્ની મેહાઍ પુત્રને જન્મ આપ્યો છે. અક્ષરે પોતે સોશીયલ મીડિયા પર ઍક ફોટો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે. તેણે ફોટાને કેપ્શન આપ્યું તે હજી પણ તેના પગથી અોફ સાઇડ શોધી રહયો છે. પરંતુ અમે તેને તમારા બધાથી વાદળી રંગમાં પરિચીત કરાવાની રાહ જાઇ શકતા નથી. હક્ષ પટેલ આપનું સ્વાગત છે. અમારા દિલતો સૌથી ખાસ ટુકડો, ટીમ ઇન્ડીયાનો સૌથી નાનો છતાં સૌથી મોટો ચાહક. (૩૬.૧ર)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
