તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
બોકસીંગ ડે ટેસ્ટઃ ઓસ્ટ્રેલીયા ૩૧૧/૬: બૂમરાહને ૩ વિકેટ
સેમ કોન્સ્ટાસ, ખ્વાજા, લાબુસેન સ્મિથની ફીફટીઃ શુભમન ગિલના સ્થાને વોશીંગટન સુંદર

નવી દિલ્હીઃ મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬ વિકેટે ૩૧૧ રન છે. સ્ટમ્પના સમયે સ્ટીવ સ્મિથ ૧૧૧ બોલમાં ૬૮ રન અને પેટ કમિન્સ આઠ રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સેમ કોન્સ્ટાસે ૬૦, ઉસ્માન ખ્વાજા ૫૭ અને માર્નસ લાબુશેને ૭૨ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ ૧૧માં ૧૯ વર્ષના સેમ કોન્સ્ટાસે ડેબ્યુ કર્યુ છે.
ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસે ૬૫ બોલમાં ૬૦ રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બની ગયા છે.
મેલબોર્ન ટેસ્ટમાં શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ વોશીંગટન સુંદરને લેવામાં આવ્યો છે. આમ યશસ્વી જયસ્વાલ સાથે કેપ્ટન રોહિત શર્મા ઓપનીંગ કરશે.
બુમરાહ ૩, આકાશદીપ-જાડેજા અને વોશીંગટન સુંદરે ૧-૧ વિકેટ ઝડપી છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
