<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

યશસ્‍વી જયસ્‍વાલને ખોટો આઉટ અપાયો

સ્‍નેકોમીટરમાં કોઇ સ્‍પાઇક નહોતી, બોલ અને બેટનો કે ગ્‍લવ્‍ઝ સાથે સંપર્ક થવાનું સ્‍પષ્‍ટ દેખાતું નહોતું આવામાં બધા એવું માનવા લાગ્‍યા હતા કે યશસ્‍વી જયસ્‍વાલ નોટ આઉટ છે, પરંતુ થર્ડ અમ્‍પાયરે આઉટ આપી દીધો

નવી દિલ્‍હીઃ મેલબોર્નમાં ચોથી ટેસ્‍ટ મેચમાં જયારે યશસ્‍વી જયસ્‍વાલને આઉટ આપવામાં આવ્‍યો ત્‍યારે ૭૧જ્રાક ઓવર ચાલી રહી હતી અને ભારતે મેચને ડ્રો કરવા માટે ૨૧ ઓવર રમવાની બાકી હતી. આવામાં પેટ કમિન્‍સની ઓવરમાં અપિલ બાદ અમ્‍પાયરે નોટઆઉટ આપતા ઓસ્‍ટ્રેલિયાએ ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં થર્ડ અમ્‍પાયરે દ્યણી તપાસ કરી પરંતુ તેમાં મશીન દરમિયાન કોઈ બોલ અને બેટ કે ગ્‍લવ્‍સના સંપર્કની સ્‍પાઈક દેખાઈ નહોતી, પરંતુ અમ્‍પાયરે ફ્રેમ બાય ફ્રેમ વીડિયો જોઈને આઉટનો નિર્ણય લીધો હતો.આ વિકેટ મળતા ઓસ્‍ટ્રેલિયાની ટીમ ગેલમાં આવી ગઈ હતી, પરંતુ યશસ્‍વી જયસ્‍વાલ સહિત ક્રિકેટ મેચ જોઈ રહેલા લોકોને નવાઈ લાગી હતી કે આવું કઈ રીતે થઈ શકે. યશસ્‍વી જયસ્‍વાલે આ અંગે ફિલ્‍ડ અમ્‍પાયર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો પરંતુ તેને પેવેલિયન તરફ જવા માટે જણાવી દેવામાં આવ્‍યું હતું.

યશસ્‍વી જયસ્‍વાલે બાઉન્‍સર બોલ પર લાંબો શોટ રમવાની કોશિશ કરી હતી અને આ દરમિયાન બોલ વિકેટ કીપરના હાથમાં ગયો હતો અને પેટ કમિન્‍સે લાંબી અપીલ કરી હતી, પરંતુ ફિલ્‍ડ અમ્‍પાયરે નોટ આઉટનો નિર્ણય લીધો હતો, જે બાદ પેટ કમિન્‍સે ડીઆરએસ લેવાનો નિર્ણય લીધો હતો. આ સ્‍થિતિમાં થર્ડ અમ્‍પાયરે પહેલા રિપ્‍લે અને તે પછી સ્‍નિકો મીટરમાં પણ કોઈ સ્‍પાઈક દેખાયા નહોતા પરંતુ થર્ટ અમ્‍પાયરે બોલ અને ગ્‍લવ્‍સનો સંપર્ક થયો હોવાનું માનીને જયસ્‍વાલને આઉટ આપી દીધો હતો.

(4:14 PM IST)