<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ગાવસ્‍કરને જોતા જ પગે પડી ગયા નીતિશ રેડ્ડીના પિતાઃ ખૂબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો

નીતિશના માતાએ કહયું મને હજુ વિશ્વાસ નથી આવતો કે મારો દીકરો આવળા મોટા મેદાન પર રમી રહયો છે

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે રમાઈ રહેલી ચોથી ટેસ્‍ટ મેચમાં બીજી ઇનિંગમાં નીતિશ રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી. આ સદીની પછી તે દુનિયા આખીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. નીતિશે સદી ફટકાર્યા પછી દિગ્‍ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્‍કરે ભારતના ઓલરાઉન્‍ડર નીતિશ કુમાર રેડ્ડીના પિતાની મુલાકાત કરી હતી.

જ્‍યારે નીતિશના પિતાએ ગાવસ્‍કરને પહેલીવાર જોયા તો તે તેના પગમાં પડી ગયા. આ દ્રશ્‍ય જોવા લાયક હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીતિશની માતાએ ગાવસ્‍કરને કહ્યું કે તેને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેનો દીકરો આવડા મોટા મેદાન પર રમી રહ્યો છે અને આવડી મોટી ઇનિંગ રમી રહ્યો છે

(3:08 PM IST)