તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
કોનેરૂ હમ્પી રેપિડ ચેસ સ્પર્ધામાં વિશ્વ વિજેતા

ભારતની હમ્પીએ સૌથી વધુ ૮.પ પોઇન્ટ સાથે ટ્રોફી પર કબજો કર્યો બીજા સ્થાને ૭ પ્લેયર એવા કે જેમના ૮.૦૦ પોઇન્ટ હતા અને છ ખેલાડીઓમાં ભારતની ડી.હરિકા પણ હતીઃ વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ ભારતની ૩૭ વર્ષીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી ફરી એકવાર રેપિડ ચેસ સ્પર્ધામાં વિશ્વ વિજેતા બની છે. તેણે ઇન્ડોનેશિયાની ઇરીન સુક્રદરને હરાવીને ફિડે વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. હમ્પીએ સૌથી વધુ ૮.૫ પોઇન્ટ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. તેના પછી બીજા સ્થાને છ પ્લેયર એવી હતી જેમના ૮.૦૦ પોઇન્ટ હતા અને એ છ ખેલાડીઓમાં ભારતની ડી. હરિકા પણ હતી.
હમ્પી આ પહેલાં ૨૦૧૯માં આ સ્પર્ધા જીતી હતી અને હમ્પી ચીનની જુ વેન્જુન પછીની બીજી એવી મહિલા ચેસ ખેલાડી છે જે રેપિડ ચેસનું વિશ્વ વિજેતાપદ એક કરતાં વધુ વખત જીતી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
