News of Tuesday, 31st December 2024
‘મરી ગયો કિંગ..' કોહલીના આઉટ થવા પર સાઇમન કેટીચે આવા શબ્દો કહેતા વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સાઇમન કેટિચએ મેલબોર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પાંચમા દિવસે વિરાટ કોહલીના આઉટ થવા પર કમેંન્ટ કરતી વખતે એવી વાત કહી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેચિટએ કમેન્ટ કરતી વખતે ધ્યાન અપાવ્યુ કે કેવી રીતે ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીનો દબદબો સમાપ્ત થયો અને જસપ્રિત બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો સૌથી મૂલ્યવાન ખેલાડી બન્યો.
સાઇમન કેટિચએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એસઇએન રેડિયો માટે કમેંટરી કરી રહ્યા છે. કોહલીના આઉટ થવા પર તેણે કહયુ, ‘મર ગયા કિંગ'. કેટિચે સાથે એ પણ કહ્યુ, ઙ્કકિંગ વિરાટ ધીમો પડી ગયો છે. કિંગ બુમરાહે જવાબદારી લીધી છે. કોહલી પોતાનાથી નિરાશ જોવા મળ્યો. આ તેના માટે મોટી ઇનિંગ્સ બની શકી હોત. તે આ ઉમ્મીદ પર સફળ ન થઇ શકયો. ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં જે પરિસ્થિતિમાં છે તે ખૂબ ખુશ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
