News of Tuesday, 31st December 2024
હવે ઓસ્ટ્રેલિયા સિરીઝ હારશે નહીં અને ટીમ ઇન્ડિયા જીતી નહીં શકે
સિડનીમાં અંતિમ ટેસ્ટ ત્રીજી જાન્યુઆરીથી રમાશે જે જીતીને ભારતે શ્રેણી ૨-૨થી ડ્રો કરાવવી પડશેઃ ભારત જીતશે નહીં તો ઓસ્ટ્રેલિયનો ૩-૧ થી અથવા ડ્રો સાથે ૨-૧થી સિરીઝની ટ્રોફી પર કબજો કરી લેશે.

નવી દિલ્હીઃ હવે ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારશે નહીં અને ભારત જીતી નહીં શકે. સિડનીમાં પાંચમી અને આખરી ટેસ્ટ શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીથી રમાશે જે જીતીને ભારતે શ્રેણી ૨-૨થી ડ્રો કરાવવી પડશે. ભારત જો સિડનીમાં નહીં જીતે તો ઓસ્ટ્રેલિયનો (વિજય સાથે) ૩-૧થી અથવા (ડ્રો સાથે) ૨-૧ થી સિરીઝની ટ્રોફી પર કબજો કરી લેશે.
મેલબર્નના ઐતિહાસિક મેદાન પર ૨૦૧૮ અને ૨૦૨૦ બાદ ૨૦૨૪માં સતત ત્રીજી ટેસ્ટ જીતીને હેટ-ટ્રિક કરવાની તક ભારતે ગુમાવી દીધી હતી. સતત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું ભારતનું સપનું સાકાર થશે એની ધૂંધળી સંભાવના છે. હવે તો બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવવાનું પણ ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
