તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જો વાત નહીં માને તો ટીમમાંથી કરશે રવાના ચોથી ટેસ્ટમાં હાર પછી, ગંભીરનો મગજ છટક્યો

સિડની : ઓસ્ટ્રેલીયા સામે ચોથી ટેસ્ટમાં હાર મ/યા પછી ભારતીય ડ્રેસીંગ રૂમમાં તણાવ વધી ગયો છે. જોલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમે છેલ્લી ૨૦.૪ ઓવરમાં ૭ વિકેટો ગુમાવી અને મેચ હારી ગઇ. આ હાર પછી કોચ ગંભીરનો પરો છટક્યો છે. એક રીપોર્ટ્ અનુસાર ગંભીરે ખેલાડીઓને ચોખ્ખે ચોખ્ખુ સંભળાવી દીધુ છે. ગંભીર એ વાતથી નારાજ છે કે ખેલાડીઓ ટીમની રણનિતિ મુજબ નહીં પણ પોતાની મરજી પ્રમાણે રહ્યાં છે. તેમણે ચોખ્ખું કહી દીધું છે કે હવે બહુ થયુ, હવે કોઇની મન મરજી નહીં ચાલે.
રિપોર્ટ અનુસાર, સોમવારે ડ્રેસીંગ રૂમમાં સ્પીચ આપતા ગંભીરે કહ્યું કે કેટલાક ખેલાડીઓ સ્વાભાવિક રમતના નામ પર ટીમની રણનિતિ અનુસાર નથી રમી રહ્યાં અત્યાર સુધી ખેલાડીઓને પોતાની મરજી મુજબ રમવાની પુરી સ્વતંત્રતા અપાઇ છે. પણ હવે નહીં ચાલે. જે ખેલાડી રણનિતી મુજબ નહીં રમે તેને ટીમમાંથી રવાના કરી દેવાશે. ગમે તે હોય તેણે પરીસ્થિતી પ્રમાણે જ રમવુ પડશે.ે
ગંભીરે આ દરમ્યાન સીનીયર ખેલાડીઓને ણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમની મરજી હવે નહીં ચાલે. જો કે ગંભીરે કોઇનું નામ નથી લીધું પપણ તેમણે ઇશારા - ઇશારામાં વિરાટકોહલી, કેપ્ટન રોહિત શર્મા અને ઋષભ પંત ને ચેતવણી આપી છે
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
