તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
કાલથી જંગ....ટીમ ઇન્ડિયા લાજ રાખશે કે ધબાય નમઃ
કાલથી સિડનીમાં સિરીઝ અંતિમ ટેસ્ટઃ સવારે પ વાગ્યાથી જીવંત પ્રસારણ શુભમન ગિલની વાપસી નકકી, રોહિત કયા સ્થાને બેટીંગમાં ઉતરશેઃ ટીમમાં ઘણા ફેરફારો થવાની સંભાવના

નવી દિલ્હીઃ મેલબોર્ન ટેસ્ટમાં શુભમન ગિલને બહારનો રસ્તો બતાવ્યો હતો અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો અને ટીમ હારી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે સિડની ટેસ્ટમાં વાપસી કરવાનો મોકો છે અને તેના કારણે શુભમન ગિલ આ મેચમાં વાપસી કરશે કે કેમ તે અંગે સવાલ ઉભો થયો છે. આવી સ્થિતિમાં રોહિતની સામે સૌથી મોટુ ટેન્શન એ છે કે જો ગિલને ફરીથી સામેલ કરવામાં આવે તો કયા ખેલાડીને ટીમમાંથી બહાર કરવો પડશે.
જયારે ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ રોહિત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.. જેને કારણે ભારતના ક્રિકેટ ચાહકો તેનાથી નારાજ છે. સોશિયલ મીડિયા પર તેને નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
આવતી કાલે ભારતીય સમય મુજબ સવારે પ વાગ્યાથી શરૂ થતાં અંતિમ ટેસ્ટ મેચમાં ઘણા ફેરફારો થવાની સંભાવના છે ટીમ ઇન્ડિયા સિરીઝમાં પાછળ છે. જો સિડની ટેસ્ટ જીતીશું તો સિરીઝ ડ્રો થશે અને મેચ હારીશું તો સિરીઝ ગુમાવવાનો વારો આવશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
