<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સિડની ટેસ્ટમાં વિરાટ કોહલીને મળી ટીમ ઈન્ડિયાની કમાન

-- બુમરાહના મેદાનની બહાર જતા જ ટીમ ઈન્ડિયાની કમાન વિરાટ કોહલીના હાથમાં આવી ગઈ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. આજે બીજા દિવસની શરૂઆતથી જ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાની ટીમને 181 રન પર ઓલઆઉટ કરી દીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને 4 રનની લીડ મળી છે.

આજે સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે શાનદાર શરૂઆત કરતા ઓસ્ટ્રેલિાને પ્રથમ ઝટકો આપ્યો હતો અને માર્નશ લાબુશેનને આઉટ કર્યો હતો. આજે બીજા સેશનમાં પણ જસપ્રીત બુમરાહ પાસેથી શાનદાર બોલિંગની અપેક્ષા હતી પરંતુ એક ઓવર નાખ્યા પછી જ તેને કમરમાં સમસ્યા થતા તે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. બુમરાહના મેદાનની બહાર જતા જ ટીમ ઈન્ડિયાની કમાન વિરાટ કોહલીના હાથમાં આવી ગઈ છે.

આજે જ્યારે બુમરાહ બહાર ગયો ત્યારે ફેન્સને આશા હતી કે, તે ટૂંક સમયમાં મેદાન પર પરત ફરશે. પરંતુ આવું થયું ન હતું. લગભગ 30 મિનિટ મેદાનથી બહાર રહ્યા બાદ તે સ્ટેડિયમથી પણ બહાર જતો જોવા મળ્યો હતો. તે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ સાથે સ્કેન માટે જતો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(1:00 PM IST)