<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

ભારતના પ્રવાસ માટે આયર્લેન્ડની વનડે ટીમ જાહેર :20 વર્ષના યુવા ખેલાડીને ટીમમાં સ્થાન

આયર્લેન્ડની મહિલા ટીમ 10 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી રમશે:આયર્લેન્ડની મહિલા ટીમ વનડે શ્રેણી માટે પહેલી વખત ભારત આવશે સિરીઝની તમામ મેચ રાજકોટમાં રમાશે

નવી દિલ્હી આયર્લેન્ડની મહિલા ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. અહીં તે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. પ્રવાસ પહેલા આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ શ્રેણી માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ખેલાડી ગેબી લુઈસને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડર ખેલાડી ઓર્લા પ્રેંડરગાસ્ટને તેની ડેપ્યુટી બનાવવામાં આવી છે. 20 વર્ષના યુવા ખેલાડીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

આ શ્રેણી 10 જાન્યુઆરીથી શરૂ થશે. સિરીઝની તમામ મેચો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ પ્રથમ વખત હશે જ્યારે આયર્લેન્ડની મહિલા ટીમ વનડે શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ શ્રેણી ICC મહિલા ODI ચેમ્પિયનશિપનો પણ એક ભાગ છે. આયર્લેન્ડની મહિલા ટીમ ODI ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સાતમા સ્થાને છે.

સ્ટાર વિકેટકીપર બેટ્સમેન એમી હન્ટર અનફિટ હોવાના કારણે ટીમમાં જગ્યા બનાવી શકી નથી. તેના સ્થાને 20 વર્ષીય ખેલાડી જોના લોઘરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોના લોઘરેને વર્ષ 2024 ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય એલિસ ટેક્ટર પણ ભારત સામેની વનડે શ્રેણી માટે ટીમનો ભાગ નથી. તે પોતાની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકી નથી.

શ્રેણી માટે આયર્લેન્ડની ટીમ

ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રેલી, અલાના ડેલઝેલ, લૌરા ડેલેની, જ્યોર્જીના ડેમ્પ્સી, સારાહ ફોર્બ્સ, આર્લેન કેલી, જોઆના લોઘરન, એમી મેગુઇરે, લેહ પોલ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઉના રેમન્ડ-હોય, ફ્રેયા સાર્જન્ટ, રેબેકા સાર્જન્ટ .

(12:39 AM IST)