હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિરાટે સેન્ડ પેપર ગેટની યાદ અપાવવા પોતાના ટ્રેકના બન્ને ખાલી ખીસ્સા દર્શકોને બતાવતા સ્ટેડીયમમાં સન્નાટો છવાયો
કોહલીનો એક ઇશારો અને ઓસ્ટ્રેલિયાના ફેંસ થયો ચૂપ

સિડની, તા.પ : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ સિડનીમાં રમાઈ હતી. મેચમાં ભારતનો 6 વિકેટથી પરાજય થયો હતો. ઑસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી જીતી હતી. ભારતે ટેસ્ટ મેચ જીતવા આપેલા 162 રનના લક્ષ્યાંકને 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 તથા મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી.
સ્ટીવ સ્મિથ આઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ પ્રેમીઓએ વિરાટ કોહલીનું હૂટિંગ કર્યું હતું. કોહલીએ વળતો જવાબ આપ્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયાના ચાહકોને તેના ટ્રાઉઝરના બંને ખાલી ખિસ્સા બતાવ્યા. તેણે ઑસ્ટ્રેલિયાના ફેંસને તેનું ખિસ્સું ખાલી છે અને તેમાં કોઈ સેન્ડ પેપર નથી તેમ બતાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
2018માં દક્ષિણ આફ્રિકા સામે એક મેચમાં સેન્ડ પેપરને લઈ સ્મિથ-વોર્નર અને બેનક્રોફ્ટ ફસાયા હતા. જેના કારણે વિશ્વ ક્રિકેટમાં ઘણી શરમિંદગી સર્જાઈ હતી. દક્ષિણ આફ્રિકા સામેની ન્યૂલેન્ડ્સ ટેસ્ટ દરમિયાન કેમરૂન બેનક્રોફ્ટે બોલ પર સેન્ડપેપરનો ઉપયોગ કર્યો હતો. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને આઇસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેનક્રોફ્ટ પર નવ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિરાટે ઓસ્ટ્રેલિયાના ચાહકોને ખાલી ખિસ્સા બતાવીને સેન્ડપેપર ગેટની યાદ અપાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
