<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

હું કોઇપણ ખેલાડીના ભવિષ્‍ય પર ટિપ્‍પણી કરી શકતો નથીઃ ગૌતમ ગંભીર

રોહિત અને કોહલીની નિવૃત્તિ અંગે ટીચ ઇન્‍ડીયાના નિવેદન

સિડની,: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સિડની ટેસ્ટ સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે પણ વાત કરી હતી. જ્યારે ગંભીરને રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે કોઈ પણ ખેલાડીનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ગંભીરે ભારતીય ખેલાડીઓને ખાસ સલાહ આપી હતી.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘હું કોઈપણ ખેલાડીના ભવિષ્ય પર ટિપ્પણી કરી શકતો નથી, તે તેમના પર નિર્ભર કરે છે. તેમની પાસે ભૂખ અને પ્રતિબદ્ધતા છે. આશા છે કે તે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે બનતું બધું જ કરશે. હું હંમેશા ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ઉપલબ્ધ હોય તો સ્થાનિક ક્રિકેટ રમે. જો તમે ટેસ્ટ મેચ માટે પ્રતિબદ્ધ છો તો ડોમેસ્ટિક ક્રિકેટ રમો.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘ટ્રાંઝીશન વિશે વાત કરવી ખૂબ જ ઉતાવળ છે, અમને ખબર નથી કે અમે 5 મહિના પછી ક્યાં હોઈશું. ડ્રેસિંગ રૂમને ખુશ રાખવા માટે મારે દરેક સાથે પ્રમાણિક અને ન્યાયી બનવું પડશે. મહત્વનું છે કે ભારતીય ટીમે હવે જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડમાં આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે.

સિડની ટેસ્ટ દરમિયાન જ કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હજુ નિવૃત્તિ નથી લઈ રહ્યો. રોહિતે કહ્યું હતું કે, ‘હું જલ્દી નિવૃત્ત થવાનો નથી. મેં આ મેચમાંથી માત્ર એટલા માટે ખસી કારણ કે રન નથી  બની રહ્યા. હું સખત મહેનત કરીશ અને પુનરાગમન કરીશ. અત્યારે રન નથી બની રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી.

(1:09 PM IST)