<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

કાંગારૂઓનો ઘમંડ આસમાનેઃ વિજેતા કેપ્‍ટનને ટ્રોફી આપવા ગાવસ્‍કરને બોલાવવામાં ન આવ્‍યા

સુનીલ ગાવસ્‍કરે કહયું ભારતીય છું એટલે મારી સાથે આમ કરવામાં આવ્‍યું

નવી દિલ્‍હીઃ સિડની ગ્રાઉન્‍ડમાં ભારતના પૂર્વ દિગ્‍ગજ ખેલાડી સુનિલ ગાવસ્‍કરના અપમાનનો મામલો સામે આવ્‍યો છે.ક્રિકેટમાં ડંકો વગાડવા માટે જાણીતી ઓસ્‍ટ્રેલિયન ટીમનો દ્યમંડ પણ આસમાને વ્‍યાપ્‍યો છે. બોર્ડર ગાવસ્‍કર ટ્રોફી જીત્‍યા બાદ ઓસ્‍ટ્રેલિયાવાળાનો ફરી એક વાર દ્યમંડ સામે આવ્‍યો હતો.

સિડની ટેસ્‍ટ જીત્‍યા બાદ ઓસ્‍ટ્રેલિયાવાળાએ ટ્રોફી લેવા માટે સુનિલ ગાવસ્‍કરને સ્‍ટેજ પર બોલાવ્‍યાં નહોતા અને સ્‍પસ્‍ટ રીતે તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી. વિજેતા કેપ્‍ટનને ટ્રોફી આપવા માટે એક પ્રસ્‍તુતિ સમારોહ માં ગાવસ્‍કરને આમંત્રણ આપવામાં આવ્‍યું ન હતું. આ ટ્રોફીનું નામ સુનિલ ગાવસ્‍કર અને ઓસ્‍ટ્રેલિયન દિગ્‍ગજ એલન બોર્ડરના નામ પર રાખવામાં આવ્‍યું છે.

સમારોહ દરમિયાન બોર્ડરને બોલાવવામાં આવ્‍યાં હતા પરંતુ ગાવસ્‍કરને બોલાવાયાં નહોતા. બોર્ડરે વિજેતા કેપ્‍ટન પેટ કમિન્‍સને ટ્રોફી સોંપી હતી.સુનિલ ગાવસ્‍કર બોલ્‍યાં, ભારતીય છુંનું એટલે પોતાના અપમાન પર સુનિલ ગાવસ્‍કર નારાજ થયાં હતા અને તેમણે એવું કહ્યું કે હું ભારતીય છુંને એટલે મારી સાથે આવું કરવામાં આવ્‍યું.

અત્રે ઉલ્લેખનીય છે કે જયારે પણ જીતે છે ત્‍યારે ઓસ્‍ટ્રેલિયાનો દ્યમંડ આસમાને પહોંચતો હોય છે. વનડે વર્લ્‍ડ કપ જીત્‍યાં બાદ પણ ઓસ્‍ટ્રેલિયાના મિચેલ સ્‍ટાર્કે ટ્રોફી પર પગ રાખીને ફોટો પડાવ્‍યો હતો અને હવે ફરી વાર ઓસ્‍ટ્રેલિયાએ આવું કર્યું છે.

(10:12 AM IST)