<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ભારતીય ટીમમાં સુપરસ્‍ટાર કલ્‍ચર ખતમ કરવાની જરૂર, વિરાટ ટીમમાં સ્‍થાન મેળવવા હકકદાર નથી

ઇરફાન પાઠણે વિરાટ કોહલીની ઝાટકણી કાઢી કોહલીએ સીનીસર કે અન્‍ય સિનિયર ખેલાડીઓની મદદ લેવી જોઇએ, યુવા ખેલાડીઓ પણ રપ થી ૩૦ થી એવરેજ આપશે, સિનિયરોએ ડોમેસ્‍ટીક ક્રિેકેટ રમવું જોઇએ

મુંબઈઃ પૂર્વ ભારતીય ફાસ્‍ટ બોલર ઈરફાન પઠાણે વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન માટે તેની ટીકા કરી તેના પર ઘરેલુ ક્રિકેટ ન રમવાનો અને તેની રમતમાં રહેલી ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે સખત મહેનત ન કરવાનો આરોપ લગાવતા ટીમમાં સ્‍ટાર બેટ્‍સમેનના સ્‍થાન પર પણ સવાલો ઉઠાવ્‍યા હતો કહ્યું કે ભારતીય ટીમમાં સુપરસ્‍ટાર કલ્‍ચર ખતમ થવું જોઈએ.

ઇરફાન પઠાણે સ્‍ટાર સ્‍પોર્ટ્‍સને કહ્યું, અમારે સુપરસ્‍ટાર કલ્‍ચરને ખતમ કરવાની જરૂર છે, ટીમ કલ્‍ચરની જરૂર છે. તમારે પોતાને  અને ભારતીય ટીમને સુધારવાની જરૂર છે. આ સીરીઝ પહેલા મેચો હતી અને તેને ડોમેસ્‍ટિક ક્રિકેટ રમવાની તક મળી હતી, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. આપણે એ સંસ્‍કૃતિને બદલવાની જરૂર છે.

ભૂતપૂર્વ ઓલરાઉન્‍ડરે કહ્યું કે મહાન સચિન તેંડુલકર પણ રણજી ટ્રોફી રમ્‍યો જયારે તેની જરૂર ન હતી. કારણ કે તે પિચ પર ચાર-પાંચ દિવસ વિતાવવા માંગતો હતો. પઠાણે એમ પણ કહ્યું કે કદાચ કોહલીના સ્‍થાને કોઈ યુવા ખેલાડી લેવો જોઈએ, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં તેની પ્રથમ દાવમાં સરેરાશ ૩૦થી ઓછી રહી છે.

પૂર્વ ફાસ્‍ટ બોલરે આગળ કહ્યું, શું ભારતીય ટીમ તેના સિનિયર ખેલાડીને લાયક છે? તેના બદલે યુવા ખેલાડીને તક આપો. તેને તૈયાર થવા કહો. તે પણ ૨૫-૩૦દ્ગક સરેરાશ આપશે. તે ટીમ વિશે છે, વ્‍યક્‍તિઓ માટે નહીં. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે ભારત માટે દ્યણું કર્યું છે. તેણે અનેક પરફોર્મન્‍સ કર્યા છે. પરંતુ તમે વારંવાર એક જ ભૂલથી બહાર નીકળી રહ્યા છો. તમે તકનીકી ભૂલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં નથી. સની સર મેદાનમાં છે. સની સર કે અન્‍ય કોઈ સાથે વાત કરવામાં કેટલો સમય લાગે છે? વાત કરો, પૂછો કે હું મારી ભૂલ કેવી રીતે સુધારી શકું.

(3:53 PM IST)