<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

વિરાટ હાલ નિવૃતિ લેવાનો નથી, ફોર્મ પરત મેળવવા ડોમેસ્‍ટીક ક્રિકેટ રમવું જ પડશે

આઇપીએલના આધારે સિલેકશન થઇ ન શકે, રેડબોલ ક્રિકેટમાં પર્ફોમન્‍સ આપવું પડશે

નવી દિલ્‍હીઃ : બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફીમાં વિરાટ કોહલીની નિષ્‍ફળતા જોયા પછી જો તમે વિચારી રહ્યા છો કે તે ક્રિકેટમાંથી સંન્‍યાસ લઇ લેશે તો તમે ખોટા છો. કારણ કે તેનો હમણાં નિવળત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે તે અત્‍યારે નિવળત્ત થવાના મૂડમાં નથી. આ સ્‍થિતિમાં સવાલ એ છે કે અત્‍યારે નહીં તો કયારે? વિરાટ કોહલી કયારે સંન્‍યાસ લેશે? આ પ્રશ્નનો જવાબ જરૂરી બની ગયો છે. કારણ કે તે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે.

હવે  સવાલ એ છે કે આટલા શરમજનક પ્રદર્શન બાદ હવે વિરાટ આગળ શું નિર્ણય લેશે? હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. જે રીતે સિડની ટેસ્‍ટમાંથી બહાર થયા બાદ પણ રોહિતે આગળ રમવાનો ઈરાદો વ્‍યક્‍ત કર્યો છે. એવું વિરાટે હજુ સુધી કોઈ નિવેદન આપ્‍યું નથી. જો કે એક અહેવાલ અનુસાર વિરાટને પણ અત્‍યારે નિવળત્તિ લેવાનો ઈરાદો નથી.હવે ભારતીય ટીમ આગામી ઈંગ્‍લેન્‍ડ ઙ્કવાસ પર ટેસ્‍ટ સીરિઝ રમશે. એક પૂર્વ પસંદગીકારે કહ્યું હતું કે, રોહિત હોય કે વિરાટ જો તેમને આગામી ટેસ્‍ટ સીરિઝ રમવી હશે તો તેમને રેડ બોલની ક્રિકેટ રમવી પડશે. માત્ર આઇપીએલના પ્રદર્શનના આધારે તેની પસંદગી થઈ શકે નહીં. કોહલી વર્ષ ૨૦૧૨ થી અને રોહિત વર્ષ ૨૦૧૫ થી પોતપોતાના રાજ્‍યો માટે રેડ બોલ ક્રિકેટ રમ્‍યા નથી. રણજી ટ્રોફીની આગામી સિઝન ફેબ્રુઆરી ૨૦૨૫થી શરૂ થઈ રહી છે. જેની તારીખો ઈંગ્‍લેન્‍ડ સામે વ્‍હાઈટ બોલની સીરિઝ સાથે ટકરાશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત, બુમરાહ અને વિરાટ તે સીરિઝમાં નહીં રમે. જો આમ થશે તો વિરાટ કે રોહિત રણજી ટ્રોફીમાં રમશે કે કેમ તે એક મોટો પ્રશ્ન હશે.

(10:19 AM IST)