News of Tuesday, 7th January 2025
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં જોવા મળી શકે ફેરફાર :નવા ચહેરાઓને મળશે તક
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા 3 વનડે મેચમાં પોતાની મજબૂત ટીમ ઉતારી શકે

મુંબઈ :બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં રમતી જોવા મળવાની છે. ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં 5 ટી20 અને 3 વનડે મેચ રમાવા માટે આવી રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા 3 વનડે મેચમાં પોતાની મજબૂત ટીમ ઉતારી શકે છે. શક્યતા છે કે, જે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની છે તે જ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં રમતી જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિન્સ ટ્રોફીમાં 20 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ સામે, 23 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સામે અને 2 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આ ત્રણેય મેચો દુબઈમાં રમાવાની છે. ચેમ્પિન્સ ટ્રોફી માટે તમામ ટીમોને તમના સ્કવોર્ડની જાહેરાત કરવા માટે 12 જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી છે. ત્યારે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જ ટીમ ઈન્ડિયામાં મોટા બદલાવ જોવા મળી શકે છે.
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. ઓપનિંગમાં રોહિત શર્માની સાથે શુભમન ગિલને તક મળશે. યશસ્વી જયસ્વાલ પણ પસંદગી માટે દાવેદાર છે, પરંતુ વનડે ક્રિકેટમાં શુભમનનો રેકોર્ડ શાનદાર છે. ટીમમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન સામેલ થશે.
વિકેટકીપર-બેટ્સમેન તરીકે કેએલ રાહુલ અને ઋષભ પંતને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સાથે નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. સ્પિન વિભાગમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થઈ શકે છે. જો કુલદીપ યાદવ ફુલ ફીટ નહીં હોય તો લેગ સ્પિનર રવિ બિશ્નોઈને તક મળી શકે છે. ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજની સાથે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહને તક મળી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત 15 સભ્યોની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
