<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

મહિષ તિક્ષિના બન્યો ODIમાં હેટ્રિક લેનાર 7મો શ્રીલંકન બોલર: ન્યૂઝીલેન્ડે મેચ જીતી

નવી દિલ્હી: મહિષ તિક્ષીનાએ બુધવારે ODI ક્રિકેટમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે સાતમો શ્રીલંકન બોલર છે. તિક્ષાની આ હેટ્રિક સેડન પાર્ક ખાતે ત્રણ મેચની શ્રેણીની બીજી વનડેમાં બની હતી.આ શ્રેણી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મુલાકાતી ટીમ વતી તિક્ષીનાએ બે ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. 35મી ઓવરમાં તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનર અને નાથન સ્મિથને સતત બે બોલ પર આઉટ કર્યા હતા. આ પછી તેણે 37મી ઓવરના પહેલા જ બોલ પર મેટ હેનરીને પેવેલિયન મોકલીને પોતાની હેટ્રિક પૂરી કરી.તિક્ષીનાએ 8 ઓવરમાં 44 રન આપીને 4 વિકેટ લીધી હતી અને તેની સ્પિન બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. છ વર્ષ બાદ વનડેમાં શ્રીલંકાના બોલર દ્વારા આ પ્રથમ હેટ્રિક છે. અગાઉ 2018માં દુષ્મંથા મદુશંકાએ બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી.મહિષ તિક્ષિના હવે શ્રીલંકાના એવા કેટલાક બોલરોમાં સામેલ થઈ ગયો છે જેમણે વનડેમાં હેટ્રિક લીધી છે. જેમાં ચામિંડા વાસ, લસિથ મલિંગા, દિલશાન મદુશંકા, થિસારા પરેરા, પરવેઝ મહારૂફ અને વાનિન્દુ હસરંગા જેવા મોટા નામ સામેલ છે.

(5:25 PM IST)