તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
પાકિસ્તાનમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ
ટ્રોકી માટે ઓસ્ટ્રેલીયન ટીમની જાહેરાત કેપ્ટનશીપ ફરી એક વખત પેટ કમિન્સના હાથમાં: ટીમમાં ૩ ફેરફાર કરાયા

નવી દિલ્હી તા. ૧૩: Australia Team for Champions Trophy 2025: આગામી ૧૯ ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આજે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કેપ્ટનશીપ ફરી એક વખત પેટ કમિન્સના હાથમાં રહેશે. ઓસ્ટ્રેલિયાએ બે વખત આ ટૂર્નામેન્ટમાં જીત મેળવી છે, ત્યારે ફરી એક વખત તેઓની નજર આ ટ્રોફી જીતવા પર રહેશે.
વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમની સરખામણીમાં આ ટીમમાં ૩ બદલાવ કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નર, કેમરન ગ્રીન અને સીન એબોટ આ ટીમનો ભાગ નથી. વોર્નરે નિવળત્તિ લઈ લીધી છે, કેમરન ગ્રીન ઈજાગ્રસ્ત છે જ્યારે એબોટને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ત્રણેયના સ્થાને મેટ, હાર્ડી અને નાથન એલિસને સ્થાન મળ્યું છે. પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા. ગ્રુપ A - પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ.ગ્રુપ B - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ. •૨૨ ફેબ્રુઆરીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર•૨૫ ફેબ્રુઆરીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી •૨૮ ફેબ્રુઆરીઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
