તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
જો કોઇ ટૂર્મામેન્ટ 45 કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર 14 દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે: BCCI
ક્રિકેટરના પરિવાર માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે: તમામ ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે

મુંબઇઃ નવા નિયમો અનુસાર , જો કોઇ ટૂર્મામેન્ટ 45 કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર 14 દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો ટૂર ઓછા દિવસની હોય તો તે 7 દિવસની થઈ શકે છે. આ નિયમોમાં ક્રિકેટરની પત્નીઓ પણ આખા ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. ફક્ત 2 અઠવાડિયા માટે પરિવાર સાથે રહી શકે છે. તમામ ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે.
ગૌતમ ગંભીરના પર્સનલ મેનેજરને પણ VIP બોક્સ કે ટીમ બસમાં બેસવા દેવામાં આવશે નહીં. તેમને બીજી કોઈ હોટેલમાં રોકાવું પડશે. જો ખેલાડીઓનો સામાન 150 કિલોથી વધુ હોય તો BCCI ખેલાડીઓને આપવામાં આવતી વધારાની લગેજ ફી ચૂકવશે નહીં. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ટીમ પહેલા ટી20 અને પછી ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝ રમશે. ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો છે.
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં જ પૂરી થયેલી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી. આ જ કારણ હતું કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રણ સિઝનમાં પ્રથમ વખત WTC ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે એક દાયકા પછી ગયા રવિવારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ઓસ્ટ્રેલિયાને સરેન્ડર કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બે આંચકોને કારણે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાનું ચૂકી ગયું. કોહલીએ BGTની 5 ટેસ્ટ મેચોમાં 23.75ની એવરેજથી 190 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્મા બેટ સાથે ખૂબ જ ખરાબ હાલતમાં હતો. રોહિત શર્મા 3 મેચમાં 6.20ની ઝડપે માત્ર 31 રન જ બનાવી શક્યો હતો.
તાજેતરમાં BGTમાં ઓસ્ટ્રેલિયા સામે 3-1થી મળેલી હારમાં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી હતી કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 'લાલ બોલ' સામે નબળા પડી ગયા છે. . શોટની પસંદગી બેદરકાર હતી, જેથી રિષભ પંત જોખમી સ્ટ્રોક રમીને વારંવાર આઉટ થઈ રહ્યો હતો. બેટ્સમેનો વારંવાર એ જ ભૂલો કરી રહ્યા હતા. કોહલી ઓફ સ્ટમ્પની બહારના બોલ રમી શક્યો ન હતો. બોલરો લાંબો સ્પેલ બોલ કરવા તૈયાર ન હતા.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
