<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

આ બધી બકવાસ છે..ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને અજીત અગરકર વચ્‍ચે કોઇ મતભેદ નથીઃ રાજીવ શુકલા

રોહિત ફોર્મમાં ન હતો તો તેને લાગ્‍યું એટલે તે પાંચમી ટેસ્‍ટમાંથી બહાર થઇ ગયો

મુંબઇઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાઇસ પ્રેસિડેન્‍ટ રાજીવ શુક્‍લાએ મુખ્‍ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્‍ટન રોહિત શર્મા વચ્‍ચે કોઈ મતભેદ હોવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, બીસીસીઆઇના આ વરિષ્ઠ અધિકારીએ ભારતીય ટીમના કેપ્‍ટન રોહિત શર્માનું પણ સમર્થન કર્યું જે હાલમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે.

રોહિતના ખરાબ પ્રદર્શન વચ્‍ચે એવી અટકળો ચાલી રહી હતી કે ગંભીર અને તેની વચ્‍ચે મતભેદો છે. આ અંગે રાજીવ શુક્‍લાએ કહ્યું, આ સાવ ખોટું  નિવેદન છે. પસંદગી સમિતિના અધ્‍યક્ષ અજિત અગરકર અને કોચ વચ્‍ચે કોઈ મતભેદ નથી, કેપ્‍ટન અને કોચ વચ્‍ચે કોઇ મતભેદ નથી. આ બધી બકવાસ છે, જે મીડિયાના એક ભાગમાં ફેલાવવામાં આવી રહી છે. એવી વ્‍યાપક અટકળો ચાલી રહી છે કે ગંભીરે સિનિયર ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા અથવા બહાર થવા માટે તૈયાર રહેવાનું અલ્‍ટિમેટમ આપ્‍યું હતું. આ સવાલના જવાબમાં રાજીવ શુક્‍લાએ કહ્યું, રોહિતે કેપ્‍ટનશિપ પર ભાર મૂક્‍યો તે પણ ખોટું છે. તે કેપ્‍ટન છે. ફોર્મમાં હોવું કે ન હોવું એ રમતનો અભિન્ન ભાગ છે. જયારે રોહિતે જોયું કે તે ફોર્મમાં નથી, ત્‍યારે તેણે પોતાને પાંચમી ટેસ્‍ટમાંથી બહાર કરી દીધો

(3:32 PM IST)